________________
હવાથી રોવરનું પટલ યથામતિ તારવી, પરિશિષ્ટમાં આપ્યું છે. મતભેદથી થવાનું યજનપૂજન ભિન્ન ભિન્ન દેશ અને અધિકારીમાં કંઈક જૂદા જૂદા રૂપે હોય છે. તેથી અન્ય મતની રીતિએ પણ પટેલપદ્ધતિ પરિશિષ્ટમાં વર્ણવી છે. આ અન્ય મતની રીતિનું પ્રતિપાદન શ્રી મુમ્બાદેવી સંસ્કૃત પાઠશાળાના નિવૃત્ત આચાર્ય, “વિદ્યાવારિધિ” વે. શા સં. શ્રીયુત મોતીરામ કલ્યાણજી શાસ્ત્રીએ કરી, તેમજ બે શીવ સાવધાનતાથી શિલાછાપમાં છપાવી આપી, મને તથા શ્રી ફાર્બસ ગુજરાતી સભાને ઉપકારમાં મૂક્યાં છે તેની નેંધ લેવી અને ઉચિત ગણું છું. શ્રી ફાર્બસ ગુજરાતી સભા તરફથી શ્રીયુત અંબાલાલ બુ. જાની, બી. એ. એ મને ગ્રંથ પ્રસિદ્ધિના કાર્યમાં ઘણી સુગમતા આપી છે, તે બદલ તેમને ઘણે આભારી છું. ગ્રંથના આરંભમાં અંગ્રેજી પુસ્તકોની પેઠે અભ્યાસકને સત્વર વસ્તુને બંધ થાય તેવા હેતુથી સૂચી આપી છે. આ સૂચીના આધારે શાક્તસંપ્રદાયના અમુક ગ્રંથકાર અથવા વિષયના મુદ્દા આ નિબંધમાંથી સરલતાથી જડી શકશે, અને વિશેષ અભ્યાસ કરવાની ઇચ્છાવાળાને અનેક દ્વાર ઉઘડશે.
રાજ્યપ્રકરણના અનેક વ્યવસાયને લીધે અને અવકાશ છેડો. રહેવાથી વિષયને સંક્ષેપ કરવામાં અથવા સ્થાનનિર્દેશમાં કઈ કઈ જગ્યાએ સ્કૂલન થયું હોય તો તે સુજ્ઞ વાંચનાર સુધારી લેશે; અને કોઈ મુદ્દામાં દોષ હોય તો મને જણાવશે એટલે હું વિચારી જોઈ બીજી આવૃત્તિમાં સુધારણ કરવાની નોંધ રાખીશ.
ખંભાત તા. ૨૪-૧-૩૨
| ઈ
નર્મદાશંકર દેવશંકર મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com