Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 11
________________ • શબ્દસમીપ • ‘શબ્દાનુશાસન' અને ‘કાવ્યાનુશાસન' પછી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘છોનુશાસન'ની રચના કરી. પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને છન્દોવિધાનનું જ્ઞાન મળે તેવો આની પાછળનો ઉદ્દેશ હતો. ‘કાવ્યાનુશાસન' અને ‘છન્દોનુશાસનને લક્ષમાં રાખીને વિખ્યાત સંશોધક વિન્ટરનિઝ “The Life ofHemchandr; c rya” પુસ્તકના આમુખમાં નોંધે છે : "Hemchandra's learned books, it is true, are not distinguished by any great originality, but they display a truly encyclopaedic erudition and an enormous amount of reading, besides a practical sense which makes them very useful. This applies also to his manuals of poetics and metrics, the Kivynuži sana and the Chhandonuzi sana, each accompanied by the author's own commentary." સંસ્કૃત ભાષામાં છંદોનાં લક્ષણ આપ્યા પછી એનાં ઉદાહરણ સંસ્કૃત, પ્રાત અથવા અપભ્રંશ ભાષામાં આપ્યાં છે. આ ઉદાહરણોમાંનાં કેટલાંક ઉદાહરણો હેમચંદ્રાચાર્યે યોજેલાં છે. વળી આમાં સિદ્ધરાજ , કુમારપાળ વગેરેની પ્રશસ્તિરૂપ, સ્વોપણ કાવ્યદૃષ્ટાંતો આપ્યાં છે જેમાંથી એ સમયની ઐતિહાસિક વિગતો મળે છે, તેથી આ ગ્રંથનું ઐતિહાસિક દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. આ ગ્રંથને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું પિંગળ જ કહેવાય. સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશમાં પ્રવર્તમાન બધા જ છોની આમાં સોદાહરણ ચર્ચા કરવામાં આવી છે. અર્વાચીન છન્દશાસ્ત્રનો અભ્યાસ કરનારને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ છન્દશાસ્ત્રની જાણકારી જરૂરી છે અને તે છન્દોની શાસ્ત્રીય વિવેચના એકમાત્ર ‘છન્દોનુશાસન'માંથી મળી રહે છે. વળી અર્વાચીન છન્દ્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ ગ્રંથમાં કેટલીક ઉપયોગી ચર્ચા મળે છે. આજના કવિઓ જે પ્રકારનો છન્દોનો સંકર કરી રહ્યા છે તેમજ ગણિતદષ્ટિએ વર્ણગણોના ફેરબદલા કરી અનેક નવા ઇન્દોની યોજના કરે છે, તેની ચર્ચા હેમચંદ્રાચાર્યે કરી છે.૧૪ એક વૈયાકરણ તરીકે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાન વૈયાકરણ પાણિનિએ પોતાના વ્યાકરણ ‘અષ્ટાધ્યાયી’ દ્વારા પૂર્વપરંપરામાં a ૧૦ ] • હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • એક પોતીકી પરંપરાનું નિર્માણ કર્યું હતું. પાણિનિની પૂર્વે શાકટાયન જેવા અનેક વ્યાકરણીઓ થયા હતા, પરંતુ પાણિનિના વ્યાકરણે એક પરંપરા સ્થાપી. એમાં કાત્યાયન કે પતંજલિએ સંશોધન-ઉમેરણ કર્યું, પરંતુ પાણિનિની વૈયાકરણ તરીકેની પ્રતિષ્ઠા તો સદીઓથી અક્ષત રહી. સંસ્કૃત ભાષાના અંતિમ વ્યાકરણશાસ્ત્રી બન્યાં આચાર્ય હેમચંદ્રાચાર્ય. સંસ્કૃત વ્યાકરણપરંપરામાં એમના પ્રદાનને કારણે હેમસંપ્રદાય ઊભો થયો. એમના વ્યાકરણનો ઉત્તરકાલીન જૈન વ્યાકરણો પર વિશેષ પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. શ્વેતામ્બર સંપ્રદાયના કેટલાક આચાર્યોએ હેમચંદ્રાચાર્યના વ્યાકરણને આધારે અનેક ગ્રંથોની રચના કરી છે. આવા આઠથી દસ વ્યાખ્યાકાર મળે છે." અપભ્રંશ વ્યાકરણ તે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ચિરકાલીન મહત્ત્વ ધરાવતું પ્રદાન ગણાશે. ‘શબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્ય મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા, પૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નોંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં સૂત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યે નોંધ્યા છે, જેમાં ઉપદેશાત્મક, વીરરસપ્રધાન, પૌરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આ દુહાઓમાં કેટલાક લોકોક્તિ રૂપે ઊતરેલા છે.. આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઊતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ભાષામાં કેવું રૂપાંતર થયું છે તેની તપાસ સંશોધકો માટે રસપ્રદ વિષય બને તેમ છે. આઠમા અધ્યાયમાં હેમચંદ્રાચાર્ય એક અપભ્રંશ દુહો ટાંકે છે – 'थायसु उड्डावंतिअएँ पिउ दिदुउ सहस-त्ति । अध्धा वलया महिहि गय अध्धा कुट्ट तड-त्ति ।। १६ ।। લાંબા સમયથી પ્રેયસી વિરહ અનુભવતી હતી, તેનો દેહ પણ ફીણ બની ગયો હતો. આવી વિરહાકુલ સ્ત્રી કાગડાને ઉડાડવા જતી હતી ત્યાં જ એકાએક એના પતિને આવતો જોયો. ચિરવિરહિણી પર એની કેવી અસર થઈ ? અડધાં વલય જમીન પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની 1 ૧૧ ]

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 152