________________
• શબ્દસમીપ • ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની યોજનામાં અભ્યાસકને તે સુગમ થાય તેનો ખ્યાલ રખાયો છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો ઉદ્દેશ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂત્રો એમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને હેમચંદ્રાચાર્યનાં સુત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ત્રુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મલિક ઉમરણથી સૂત્રોને સુગ્રાહ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યાં હશે. એની બૃહદ્રવૃત્તિ અને બીજાં અંગોનું નિર્માણ તેમણે પછીથી કર્યું હશે. મૂળસૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન - એમ પંચાંગી વ્યાકરણની રચના એમણે સવા લાખ શ્લોકોમાં કરી હતી. મેરૂતુંગાચાર્યે પણ નોંધ્યું છે કે હેમચંદ્રાચાર્યે આ વ્યાકરણ સવા લાખ શ્લોકોનું રચ્યું હતું.
આ વ્યાકરણના આઠ અધ્યાય છે. એની કુલ સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩પ૬ સૂત્રો મળે છે. આ વ્યાકરણગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી વિશેષતા છે. જેમ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી' નામના સર્વોત્કૃષ્ટ વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રયોજ્યું છે, એ જ રીતે હેમચંદ્રાચાર્ય ‘સિદ્ધહેમ'ના આઠમા અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ – પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ યોજ્યું છે. એમનું પ્રાકૃત વ્યાકરણ બધાં પ્રાકૃત વ્યાકરણોમાં વધુ પૂર્ણ અને વ્યવસ્થિત છે. એમના અપભ્રંશ વ્યાકરણે અપભ્રંશ સાહિત્યની રસસમૃદ્ધિનો ખરેખરો પરિચય કરાવ્યો. આ વ્યાકરણ સંક્ષિપ્ત હોવા છતાં એમાં બધાં અંગોનો સમાવેશ થયો છે. આમ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું ‘સિદ્ધહેમ” જેવું વ્યાકરણ એ પછી અદ્યાપિ લખાયું નથી. અભ્યાસીને અનુકૂળ એવી આની વિષયગોઠવણી અને પરિભાષાને કારણે એફ. કિલહોર્ન (E. Keplhorn) | 'The best grammar of the Indian middle ages! કહે છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે ‘સિદ્ધહેમ' અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આ વ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અમર કીર્તિ સમગ્ર દેશમાં પ્રસરાવી. આ વ્યાકરણને હાથી પર અંબાડીમાં મૂકીને ધામધૂમથી પાટણમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી. એ રીતે ગુજરાતમાં વિદ્યાપ્રતિષ્ઠાનો પ્રારંભ થયો. સિદ્ધરાજે રાજ્યના ત્રણસો લહિયા રોકીને આની અનેક પ્રતિલિપિઓ
• હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા • તૈયાર કરાવી, એટલું જ નહિ પરંતુ અંગ, બંગ, કોંકણ, કર્ણાટક તેમજ કાશ્મીર સુધી આખા દેશમાં તેમજ નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂરદૂરના દેશોમાં એની પ્રતિલિપિઓ મોકલાવી, ગુજરાતી વિદ્વત્તાની જ્ઞાનજ્યોત એમ એવી સુંદર રીતે પ્રગટી કે એનો પ્રકાશ પહેલી વાર દેશના સીમાડાઓને વીંધીને દેશપાર ગયો. વાણિજ્યમાં દેશાવર ખેડનાર ગુજરાતે જ્ઞાનપ્રસારમાં પહેલી વાર દેશાવર ખેડ્યો. આ ગ્રંથ પર વિદ્યાધરગણિ દેવાનંદ અને વાયટગચ્છીય અમરચંદ્રસૂરિએ રચનાઓ કરી છે. ‘સિદ્ધહેમ'ની રચના પછી લગભગ ત્રણસો વર્ષ બાદ વિ. સં. ૧૪૯૨માં જિનમંડનગણિએ એમના ‘કુમારપાળ પ્રબંધ માં લખ્યું કે શબ્દસમુદ્રના પારગામી હેમચંદ્રાચાર્યે એકલાએ આવું શબ્દાનુશાસન રચ્યું. તેમની મતિની કઈ રીતે સ્તુતિ કરીએ ૧૧
भ्रातः । संघृणु पाणिनिप्रलपित, कातन्त्रकन्था वृथा, मा कार्षीः कटु शाकटायनवचा, क्षुद्रेण चान्द्रेण किम् ? । किं कण्ठाभरणादिभि बंढरयत्यात्मानम् अन्यैरपि, श्रूयन्ते यदि तावदर्थमधुरा श्रीसिद्धहेमोक्तयः ॥
- પ્રવન્યજીવનામ T: હે ભાઈ ! પાણિનિએ જેનો પ્રલાપ કર્યો છે, તે વ્યાકરણ)ને બંધ કરી દે, કાતત્ર (વ્યાકરણરૂપી) ગોદડી પણ ઓઢવી) નકામી છે. કટુ એવા શાકટાયન(વ્યાકરણ)નાં વચનો પણ ના ઉચ્ચારીશ; વળી શુદ્ર એવા ચાન્દ્ર વ્યાકરણ)નું પણ હવે શું પ્રયોજન છે) ? (ભોજના સરસ્વતી) કંઠાભરણાદિ અન્ય (વ્યાકરણો)થી પણ તારી જાતને ઠઠારવાની શી જરૂર છે; કે જ્યારે અર્થપૂર્ણ (અને) મધુર એવી શ્રી હેમચંદ્રની (વ્યાકરણરૂપી) ઉક્તિઓ સાંભળવા મળી રહી છે.”
‘સિદ્ધહેમશબ્દાનુશાસનના એક સ્વતંત્ર વિભાગ તરીકે ‘હમલિંગાનુશાસન' પ્રાપ્ત થાય છે. આઠ અધ્યાયનાં ૭૬૩ સૂત્રોમાં આની રચના કરી છે. આની પાછળનો તેમનો હેતુ તો અભ્યાસીઓને લિંગવિધાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. આથી બીજા લિંગાનુશાસન કરતાં આ કૃતિ વિસ્તૃત અને નોખી ભાત પાડનારી છે. પઘબંધમાં રચાયેલા આ ગેય ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે અમરકોશની શૈલી પ્રમાણે પદ્યમાં સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ – એમ ત્રણેય લિંગોમાં શબ્દોનું વર્ગીકરણ કર્યું છે.
ロセロ