Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 7
________________ સંયમ કબ હી મિલે ? ૩મયોગમાં નીવિત્રં - સાધુતાનું જીવન ઉભયલોકમાં ફલપ્રદ છે. = મમ્મી, ભગવાને આ એક એવી વ્યવસ્થા આપી છે કે જેમાં આલોકની કોઈ જ ચિંતા કરવાની નથી. પૂરી મોકળાશથી પૂરી અનુકૂળતાથી માત્ર ને માત્ર પરલોકની જ ચિંતા કરવાની છે. મમ્મી, સાધુતા એ એવી સ્થિતિ છે, જેમાં આલોકનું સુખ પણ છે અને પરલોકનું હિત પણ છે - તોપુનું પરોહિતમ્ ઘરે રહીને ય ધર્મ થાય - એવું ઘણા બોલતા હોય છે, પણ એ ધર્મ કેટલો ને કેવો થતો હોય છે, એ આપણે બધાં જાણતા જ હોઈએ છીએ, અને એ થોડા ને કસ વગરના ધર્મને સંસારના મોટા-મોટા પાપો કેવા ઘોળીને પી જતા હોય છે, એ ય આપણે જાણીએ છીએ. પપ્પા, યુગાદિદેશના ગ્રંથનો એક શ્લોક છે - क्व गृहस्थाश्रमे धर्मो, यत्राप्यारम्भभीरुभिः । एकोदरार्थं षड्जीवा, विराध्यन्ते दिने दिने ॥ ગૃહસ્થપણામાં ધર્મ ક્યાં છે ? કદાચ વધુ કોઈ જ પાપ ન કરાય. કદાચ હ્રદયમાં હિંસાનો ડર પણ હોય તો ય...માત્ર એક પેટ ખાતર અહીં રોજે રોજ ષટ્કાયના જીવોનો કચ્ચરઘાણ વાળવો જ પડે છે. મમ્મી, શું આ ભયાનક હિંસાનું ફળ નહીં મળે ? એ જીવોને ત્રાસ આપીને, કાપીને, બાળીને, દળીને, તળીને કચરીને, છુંદીને, વાટીને, પીસીને, બાફીને ને એમની કરપીણ હત્યા કરીને આપણે સુખી થઈશું ? ૭

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 84