Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવંતની ૨૫૦૦ વર્ષ પુરાણી મનોહારિણી સુંદર મૂર્તિ સોહી રહી છે. મૂલનાયક શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવંત અને અન્ય જિનમૂર્તિઓ – શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ વગેરે પ્રભુજીઓ પણ કેવા સરસ છે ! અને આ ભમતિમાં જુઓ... નાની અનોખા પ્રકારની કેટલી પ્રાચીન પ્રતિમાજી છે ! બધા સાથે મળીને બોલો કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિતં કર્મ કુતિ, પ્રભુસ્તુલ્યમનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયેઽસ્તુ વઃ ॥ ચાલો... હવે ગંગાના ઘાટે આવેલા શ્રી પાર્શ્વપ્રભુજીના દેરાસરે જઈએ... જુઓ; આ સામે ભાગિરથી ગંગાના નીર હિલોળા લઈ રહ્યા છે. આ એ સ્થળ છે : જ્યાં ગંગાના કિનારે હજારો વર્ષ પહેલાં ધૂણી ધખાવીને કમઠ તપાસ બેઠો હતો. એણે ધખાવેલી ધૂણીના લાકડામાં એક સર્પ બળી રહ્યો હતો. શ્રી પાર્શ્વકુમારે જ્ઞાનબળથી આ જાણ્યું.. અને તેઓ અશ્વારૂઢ બનીને અહીં આવ્યા અને બળતા સર્પને તેમણે બચાવ્યો. નવકાર મહામંત્ર સંભળાવીને તેઓને શાતા આપી. સર્પ નાગરાજ ધરણેન્દ્ર બન્યા. - For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90