________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
“સત્ત્વાનાં પરમાનન્દ અહીં દસમા તીર્થકર શીતલનાથ ભગવંત એક હજાર મુનિવરો સાથે મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર વદ-૫ના દિવસે બપોર પહેલાં નિર્વાણ પામ્યા. આજ સુધીમાં આ ટૂંક ઉપર ૧૮ કોડાકોડી, ચાર કરોડ, ૩૨ લાખ, ૪૨ હજાર અને ૯૭૫ મુનિવરો મોક્ષે ગયા હતા. આ ટૂંકની યાત્રા કરવાની એક કરોડ પૈષધઉપવાસનું ફળ મળે છે.
માલદેશના ભક્તિપુરના રાજા. મેઘરથ મુનિની દેશના સાંભળી ચતુર્વિધસેના સાથે શ્રી સમેતશિખરજી આવ્યા... પ્રભુભક્તિમાં સંપત્તિ ન્યોચ્છાવર કરી વિદ્યુતગિરિ નામની આ ટૂંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યાં સુધી સમેતશિખરજી તીર્થમાં જ રહ્યા અને પછી આનંદમાં સ્વસ્થાને આવી ભવ્ય ઉજમણું કરાવ્યું. અરિહંત ચેઈયાણ કરવું.
થોય
શીતલ જિનવર શીતલકારી જીવ જગત ઉપગારજી. જન્મ-મરણ સબ દુર હટાવી અજરામર પદ ધારીજી. નંદા માતા નંદન નિરૂપમ દેઢરથે નૃપકુલચન્દાજી. જન્મ ભદ્રિલપુર નેવુધનુષદેહ, અંક શ્રી વત્સસુનંદાજી.
(૪૮)
For Private and Personal Use Only