________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) હવે આપણે નીચેના ભાગે ઉતરવાનું છે અને શ્રી મુનિસુવ્રત ભગવંતની ટૂંકે જવાનું છે.
સ્તુતિ
પુંજન કરણ સે ગુણ કરણ કી ઓર જાને કે લિયે ચિરકાલ કે ઈન કર્મ પુદ્ગલ કો ખપાને કે લિયે મુક્તિ મુનિસુવ્રત દિયા ઉપદેશ રૂપ આયામ હે. નિર્જર ગિરીશ્વર ટુંક કો મમ કોટિ કોટિ પ્રણામ હે.
જુઓ : આ સામે દેખાય છે તે છે : વીસમા મુનિ-સુવ્રત ભગવંતની નિર્જરગિરિનામની ટૂંક ! મુનિસુવ્રત ભગવાન આ ટૂંક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં વૈ. વ. ૯ની રાત્રે, રાતની શરૂઆતના ભાગમાં જ મોક્ષે ગયા હતા. આ ટૂંક ઉપર કુલ ૯૯ કોડાકોડી, ૯૭ કરોડ, ૯ લાખ અને ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટુંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધઉપાસનું ફલ પ્રાપ્ત થાય છે.
કોશલદેશની રત્નખાણસમી રત્નપુરી નગરીનો રાજા
૧૫
For Private and Personal Use Only