________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ટૂંક ઉપર : ત્રેવીસમા તીર્થકર ભગવાનશ્રી પાર્શ્વનાથ પ્રભુજી ૩૩ મુનિવરો સાથે માસક્ષમણના ઉપવાસના અંતે; ખગ્રાસને કાઉસગ્ગ મુદ્રામાં રહીને શ્રાવણ સુદ અષ્ટમીના દિવસે રાતના પૂર્વ ભાગમાં મોક્ષે પધાર્યા હતા.
આ ટૂંક ઉપર કુલ ૨૪ લાખ મુનિવરો મોક્ષે પધાર્યા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે.
આ ગિરિવર પર શ્રી પાર્શ્વપ્રભુ નિર્વાણ પ્રાપ્ત થયા છે. એવા આ ગિરિવરના જીર્ણોદ્ધારની ઘટના આ રીતની છે કે આનંદદેશના ગંધપુર નગરના રાજા પ્રભાસેન પ્રકૃતિથી જ ખૂબ ધર્મિષ્ઠ. રાજયની ધુરાની જવાબદારી છતાં રાજાએ વીશસ્થાનક તપની આરાધના કરી. આરાધનાની પૂર્ણતા વેળાએ જ વનપાલકે વધામણિ આપી કે ગામબહાર મુનિવર પધાર્યા છે. રાજાના આનંદનો પાર ન રહ્યો. તત્કાલ પહોંચી મુનિવરને વાંદ્યા અને પછી પૂછ્યું મેં આ તપ કર્યો એનું ફળ શું હોઈ શકે ? મુનિવરે કીધું અપરંપાર અને છતાં આ વીશસ્થાનકની આરાધના નિમિત્તે વીશગિરિને વંદો તો ઓર
For Private and Personal Use Only