Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 83
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) આ જુઓ : આ આવી નેમિનાથની ટૂંક ! બાવીશમાં તીર્થકર નેમિનાથ ભગવંત તો પપદ મુનિવરો સાથે એક મહિનાના અનશનપૂર્વક પર્યકાસને બેસીને ગિરનાર પર્વત ઉપર અષાડ સુ. ૮ની રાત્રે પૂર્વ ભાગમાં મોક્ષે પધાર્યા હતા. આ ટૂંક યાત્રિકોના દર્શાનાર્થે, વિ. સં. ૧૯૨૫ થી ૩૩ સુધીમાં બનાવાઈ હતી. ચાલો, હવે આગળ વધીએ. થોડું ચઢાણ છે. એ પૂરું કરીશું એટલે છેલ્લી પારસનાથ પ્રભુની ટૂંક આવશે. (સંગીત). (૨૬) આ સામે દેખાય તે સુવર્ણભદ્રગિરિ નામની પારસનાથ ભગવંતની ટૂંક છે. સ્તુતિ યોગ કરણ કી શુદ્ધિ કારક મલ વિશોધક હૈ ધરા ! ગુણઠાણ નિજ કા પ્રાપ્ત કરને પુણ્યવન્ત વસુધરા / વલ્લભ વિજેતા વિશ્વ કે પ્રભુ પાર્શ્વ મુક્તિ ધામ હૈ સુવર્ણભદ્ર છે ટુંક ઇસકો કોટિ કોટિ પ્રણામ હૈ . જેનું અસલી નામ – સુવર્ણભદ્ર ટંક છે. ઊંચા મેઘને અડતી હોવાથી આ ટૂંકને “મેઘાડંબર ટૂંક” પણ કહેવાય છે. -૮૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90