________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં અને પ્રતિદિન દ્રવ્યપૂજા સ્વરૂપ પોતાના જ પિતાએ ઉપવનમાં બનાવેલા બાવન જિનાલયવાળા શ્રી સુમતિનાથ પ્રભુના દેરાસરે પૂજા કરે. એક વખત ત્યાં જ એક પૂજય મુનિવર પધાર્યા. તેઓ ગણધર શ્રી ચક્રાયુધ નામ તરીકે પ્રખ્યાત હતાં ! શ્રી ગણધર ભગવંતની દેશના સાંભળવા રાજા પધાર્યા. પૂજયશ્રીએ દેશનામાં શ્રી સમેતશિખરજી મહાતીર્થનું વર્ણન સંભળાવવા લાગ્યા. એ વર્ણન સાંભળતા રાજાને એ મહાતીર્થ પ્રતિ અપૂર્વ ભાવ પ્રગટ્યા.. આવા તીર્થની યાત્રા તો વહેલામાં વહેલી કરવી જ રહી અને પણ એ એકલા નહિ ચતુર્વિધ સંઘ સાથે. એમાં વિશેષ લાભ મળે એટલે સંઘ લઈને સમેતશિખરજી પહોંચ્યા. દરેક ટૂંકે ભાવથી યાત્રા કરી... એની પુણ્યસ્મૃતિમાં આ ટૂંકનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. અરિહંત ચેઈયાણ કરવું.
થોય
શાંતિ નિણંદા અચિરાનંદા
શિવકલ્પકંદા નમે ઇન્દ્ર ચન્દા પડખંડરાયા પદ ચકી પાયા
તીર્થશધ્યાયા શિવ મે સિધાયા
(૭૫)
For Private and Personal Use Only