________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલો ! હવે જઈએ નાલંદા ! જુઓ આ નાલંદાના જિનાલયમાં પણ મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવંત વિરાજે છે; ઉપરાંત શ્રી શાંતિનાથ, શ્રી મહાવીર સ્વામી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની શ્યામવર્ણી પ્રતિમાઓ તથા શ્રી ગૌતમસ્વામીજીના પગલાં અત્યંત પ્રાચીન અને કેવા આફ્લાદકારી છે !!! ચાલો, હવે 12 કિ.મી.નો વિહાર કરીને આપણે ઝટપટ રાજગૃહીમાં પહોંચીએ. લો. આ આવ્યું રાજગૃહી ! અહીં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીજીનું જિનાલય કેવું સરસ છે ! દાદાની પ્રતિમા ખરેખર દિવ્ય લાગે છે ! અને આ લાલ રંગનું કોતરણીવાળું, કલા-કોતરણીઓથી યુક્ત આ જિનાલય કેટલું ભવ્ય લાગે છે ! ચૈત્યવંદન : પદ્મ પ્રભુ ને વાસુપૂજ્ય દોય રાતા લહિયે ચન્દ્ર પ્રભુ ને સુવિધિનાથ દો ઉજ્જવલ કહિયે મલ્લિનાથને પાર્શ્વનાથ દો નીલા નિરખ્યા (20) For Private and Personal Use Only