________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત ચેઈયાણ કરવું.
થાય ત્રણ કાલના ત્રણ લોકના સહુ ભાવને જે જાણતા. પરભાવથી રહી દુર જે નિજ આત્મસુખને માણતા. અજ્ઞાનતમ હારક પ્રભુ, વસુરાય નંદન વંદિયે. પ્રભુ વાસુપૂજ્ય જિનેન્દ્ર જપતા પાપ કર્મ નિકંદીયે.
(૩) ચાલો : હવે “સંભવનાથ” ભગવંતની દત્ત ધવલ નામની ટૂંક જઈએ.
સ્તુતિ યહ દૃષ્ટિ સમ્યગૂ દાન દાતૃ નિર્મલા ભૂ અઘકરા સંભવન જિનેશ્વર મુક્તિપાઈ, તીર્થ પર કઈ મુનિવરા પ્રેરક સદા જો વિશ્વજનકો તીર્થ ભૂમિ કોટિ પ્રણામ હૈ વર ધવલ દત્ત ટુંક ઉસકો - કોટિ - કોટટિ પ્રણામ હૈ.
અહીં (આ ટૂંક) ત્રીજા તીર્થકર સંભવનાથ એક હજાર મુનિઓ સાથે એક માસનું અનશન કરીને ચૈત્ર સુદ ૫ ના શુભ દિવસે નિર્વાણ પામ્યા હતા. આ ટૂંક ઉપર કુલ ૯ કોડા કોડી, ૯૨ લાખ, ૪૨ હજાર અને ૫૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી ૪ર લાખ પૌષધોપવાસનું ફળ મળ છે.
For Private and Personal Use Only