Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્વાણ પામેલા. ચાલો ! તે સહુને અનંત વંદન કરીએ. રાજગૃહીથી વિહાર કરીને, ૧૫ કિ.મી. ચાલીને આપણે પાવાપુરી પહોંચવાનું છે. ચાલો ! ચાલો ! ઝટપટ ચાલો ! (સંગીત : મ્યુઝિક...) લો... આપણે પાવાપુરીની પુણ્યભૂમિ ઉપર આવી ઊભા છીએ. આ જુઓ આપણો સંઘ જલમંદિરના દ્વારે આવી ઊભો છે. જય જય શ્રી મહાવીર ! ત્રિશલાનંદન વીર કી ! જય બોલો મહાવીર કી ! (વીરધૂન) જુઓ ! મહાવીરનું નામ પણ મનમાં કેવી અજબ મીઠાશ અને તનમાં ગજબનું જોશ ભરી દે છે ! અહો આ જળમંદિરનો દ00 ફુટ લાંબો પુલ જુઓ. આ જળમંદિરની આસપાસના વિશાળ જળરાશિમાં વિકસિત બનેલાં અસંખ્ય કમળો જુઓ ! એ કમળપત્રો પર પડતાં જળબિંદુઓ ! અરે ! ક્યાંક કમળપત્રો પર સર્પો સૂતેલા પણ દેખાય છે. વાતાવરણ કેવું રળિયામણું લાગે છે મંદ મંદ મીઠો મીઠો પવન... પૂલ પર દોડતા યાત્રિકો ! આહાહા ! કેવું સરસ લાગે છે, આ રમણીય દૃશ્ય ! રોમરાજી કેવી વિકસ્વર બની જાય છે; નહીં ? -(૨૮) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90