________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોમિયાજી આપણા સાધર્મિક છે. સમ્યગદષ્ટિ દેવ છે. શિખરજી તીર્થના અધિષ્ઠાયક છે. તેમને તમે શ્રાવકો “પ્રણામ કરો. સાધુ તેમને “ધર્મલાભ અને સહ પ્રાર્થના કરજો કે : “હ ભોમિયાજી ! અમારી શિખરજીની યાત્રા મંગળકારી બની રહો. આપ અમને સહાય કરજે. અમારી યાત્રાને આપ નિર્વિદન” બનાવજો અને હા ! તમે બધા પોતપોતાની શક્તિ અનુસાર ભોમિયાજીના ભંડારમાં નાણું અર્પણ કરજો હોં !
ચાલો... હવે બધાએ વાજતે ગાજતે ગિરિરાજની તળેટી તરફ પ્રસ્થાન કરવાનું છે. (સંગીત)
લો. આ આવી તળેટી ! બોલો : શિખરજીની જય ! જય જય શિખરજી ! જય જય સમેત શિખરજી !
(ગગનભેદી બુલંદ નારાઓ) આ જુઓ ઃ શરૂઆતનો રસ્તો તો બહુ સરળ છે.
જુઓ આ ડાબે હાથે છે તે ક્ષેત્રપાળની દેરી છે. હવે થોડું આગળ ચાલો અને હા ! આ આવી તે શિખરજી પર્વતની તળેટી છે અને આ સામે દેખાય છે ને તે આંબાના ઝાડ છે અને પેલું દેખાય છે તે ચંદનનું વન છે !!! કેવી સુંદર ઝાડી – વનરાજી અહીં વિલસે છે. (થોડું આગળ વધતાં)
(૩૮)
For Private and Personal Use Only