________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે આપણે આગળ વધવાનું છે. લચ્છવાડ પહોંચીને ત્યાંથી પાંચ કિ.મી. વિહાર કરીને એક સાંકડી નદીના ચારપાંચ પટ વટાવીશું એટલે ક્ષત્રિયકુંડની તળેટી આવશે.
જુઓ : આ આવી તળેટી. અહીં પ્રભુ વીરના બે કલ્યાણકો – જન્મ અને દીક્ષા થયેલાં છે. ચાલો આપણે આ પર્વત ચઢવાની શરૂઆત કરીએ. મ્યુઝિક)
લો. આપણે પર્વત ઉપર આવેલા ભગવાન શ્રીમહાવીરદેવના શિખર બંધી જિનાલયે આવી પહોચ્યા. જુઓ, ચારે બાજુ પર્વતીય પ્રદેશ અને બગીચાની વચ્ચે આવેલુ આ જિનાલય કેવું ભવ્ય અને રમણીય લાગે છે. મૂળનાયક પ્રભુ વીરની આ પ્રતિમા કેવી સુંદર, અભુત અને આહલાદક છે!!! દુનિયામાં ક્યાં જોડો ન જડે એવી આ પ્રતિમા છે. હોય જ ને ! એ બનાવી છે કોણે? રાજા નંદિવર્ધને, ભગવાનના જ મોટાભાઈએ પછી શી ખામી રહે ? ચાલો, ચૈત્યવંદન કરીએ.
આ પર્વત ઉપરના “જ્ઞાતખંડ વનમાં જ પ્રભુ વીરે દીક્ષા લીધી હતી. પ્રભુ વીરના ચ્યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકોની ધન્ય ધરતી એટલે જ આ ક્ષત્રિયકુંડ તીર્થ !
૩૧.
For Private and Personal Use Only