________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમિનાથ અને આ પાર્શ્વનાથ આદિ જિનબિમ્બો ય જુહારવા જેવા છે ! નમો જિણાણે, નમો જિણાણે ! આ સઘળા જિનવરોને ભાવપૂર્ણ નમસ્કાર ! હે ભગવંતો ! આપને કરેલો ભાવભર્યા નમસ્કારોથી અમારા સર્વ ભયો નાશ પામો !! વિનાશ પામો !
ચાલો... હવે આપણે જઈએ પટણાની પુણ્યભૂમિ પર ! આ જુઓ.. પેલો “અગમકૂવો' છે ! આ કૂવા માટે એમ કહેવાય છે કે સમ્રાટ અશોકે પોતાના ૯૯ ભાઈઓને કાપીને કૂવામાં ફેંકી દીધા હતા. તેથી આને “અગમકૂવો' કહેવાય છે. કેટલાક ઈતિહાસના જાણકારોના મંતવ્ય પ્રમાણે આ કૂવાની પાસેના સ્થળે સર્વ પ્રથમ વાર “આગમ વાંચના થઈ હતી. તેથી તેનું સાચું નામ “આગમકૂવો' છે.
ચાલો. આગળ વધો ! આ પેલું સ્થળ છે તે “ગુલઝારી બાગ’ કહેવાય છે. આ સ્થળમાં પરમ સુશ્રવાક સુદર્શન શેઠ મોક્ષે પધાર્યા હતા. તેમની આ દેરી છે. દર્શન કરો એ મહાશ્રાવકના !
બધા સાથે મળીને બોલો...
(૧૬
For Private and Personal Use Only