________________
સમાધિ મરણ જેને હણ્યા હોય-વિરાધ્યા હોય.
અંગારા, વાલા, વીજળી, ગેસ, એસીડ, ચુના ભઠ્ઠી, નીભાડા સળગાવ્યા, એજીને ચલાવ્યા, જંગલ બળ્યા, આગ ચાંપી, પ્રાયમસ– ગેસ ચૂલા વાપર્યા, ભઠ્ઠ સળગાવી, લાઈટને બલ્બ વગેરે સાધન થકી વીજળીને બેહદ ઉપયોગ કર્યો વગેરે રીતે મારા જીવે તેઉકાયની જે કાંઈ વિરાધના કરી હોય તેનું હું મિરછામિ દુકકડમ્ આપું છું.
૦ વાયુકાય :- ઉઘાડે મુખે બોલતા, વસ્ત્રોના છેડાની ઉડા ઉડ થતાં, ફેંકી દેતા, તાપીકાન્ત થયા હોઈએ ત્યારે બારી-બારણું ખેલીને, વીંઝણા કે પંખા વગેરેથી ચલાવી હવાની ઈચ્છા કરી, હવાઈ જહાજ કે અન્ય વાહને વેગથી ચલાવી વાયુકાય વિરાધના કરી, શોખથી હિડાળે બેઠા, ધમણધમી, કિકેટ-ટેનીસ–બેડમીંટન આદિ રમત રમી વાયુકાયના જીવોની વિરાધના કરી હોય. આ કે અન્ય કોઈપણ રીતે મારા જીવે આ ભવ કે પરભવમાં વાયુકાય ના જીવ હણ્યા હોય કે વિરાધ્યા હોય તેનું હું ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ આપુ છું.
૦ વનસ્પતિ કાય – ચાર ગતિમાં ભમતા એવા મારા જીવે આ ભવ કે પરભવમાં વનસ્પતિ કાયના જીને પ્રાણથી વિનાશ કર્યો હોય કે વિરાધ્યા હોય –
લીલાં વૃક્ષ છેદ્યા, થડ–ફળ-ફૂલ-પાંદડા છેદ્યા કે છુંઘા હોય, મૂળ ખાદી કાઢયા, કમળ ફળ, કુણી આંબલી, પેક, પાપડી ખાધાં, ખેતર નિંદ્યા, લણ્યા, વન–જંગલ કપાવ્યા, અળશી–એરંડા–તલ વગેરે ઘણુમાં પીલ્યા, શેરડી વગેરે પીલ્યા ઉપલક્ષણથી વર્તમાનકાલ સંબંધે ફળના રસના સ્વાદે મશીનમાં નાખી ફળ પીત્યા કંદમૂળાદિ અનંતકાય ભક્ષણ કર્યા–વેચ્યા હેય વગેરે.
આ પ્રકારે વનસ્પતિકાય સંબંધે મેં જે કાંઈ વિરાધના કરી હોય તેનું હું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપુ છું.
આ રીતે મારા જીવે કોઈપણ એકેન્દ્રિય જીવને આ ભવ કે પરભવમાં હો હોય. હણાવ્યું હોય કે હણતાની અનુમોદના કરી હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. મારા તે દુષ્કૃતની નિંદા કરું છું. ગહ કરું છું.- આલોચના કરું છું.
હવે હું ત્રસકાયની વિરાધનાની આલોચના કરી રહ્યો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org