________________
અંતિમ આરાધના વિધિ
૨૯૧ ૦ લેભ કરવા વડે મેં મારા કે બીજા જીવને જે કંઈ વિડંબણા
પમાડી હોય તે પાપની હું માફી માગું છું. રાગ-દ્વેષ ઉત્પન્ન થવાથી, કવાથી જે કંઈ પાપ બાંધ્યું તેની હું માફી માંગુ છું. ઝઘડા-કંકાસ-કજીયા કરી જે પાપ બાંધ્યું તેની હું માફી માંગુ છું. કેઈ ઉપર ખોટા આળ ચઢાવીને, નીંદા–ટીકા, ચાડી-ચુગલી કરીને
મેં જે પાપ બાંધ્યું હોય તેની હું માફી માંગું છું. ૦ સંસારના સુખ દુઃખમાં હર્ષ શેક અનુભવી મેં જે પાપ બાંધ્યું તેની હું માફી માંગુ છું
આ પ્રકારે જે કોઈ પાપ કર્યા કે કરાવ્યા હોય તે સર્વની પરમાત્મા સાક્ષીએ માફી માંગુ છું. (૫) જન્મ મરણ છેડાવીને મોક્ષ પ્રાપ્ત કરાવે તેવા દેવ-ગુરુ-ધર્મનું
મને શરણું પ્રાપ્ત થાઓ. (૬) મન-વચન-કાયાથી મેં જે કાંઈ પાપ આચરણ, અપરાધ, બેટા.
કામ-દુષ્ટ કૃત્ય વગેરે કર્યા હોય તે મારા સર્વે દુષ્કૃત્યેની
માફી માંગુ છું. (૭) મને મળેલ વાણી શરીર મન-ધન વગેરે સામગ્રીથી મેં જે કંઈ
બીજાનું ભલું કર્યું હોય કે કઈ સારા કાર્યો કર્યા હોય તે મારા તે કાર્યોની હુ પ્રશંસા કરું છું. મારાથી આવાને આવા સારા
કાર્યો થતા રહે તેવી પરમાત્માને પ્રાર્થના કરું છું. (૮) છેલ્લે સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક ધીમે ધીમે એક નવકાર કહેવો.
૦ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૬) તિર્યંચને કરાવવા યોગ્ય અંતિમ આરાધના
મુખ્યતયા તે નવકાર મંત્ર સંભળાવ એજ વર્તમાનકાલે કરાવી શકાય તેવી આરાધના છે.
છતાં તે જીવને છેલ્લી વેદનામાં શાતા શાંતિ ઉપજાવી શકાય તેમ હોય તે દ્રવ્ય અનુકંપા માટે ગૃહસ્થને પ્રેરણા કરવી અને જાતે નવકાર મંત્ર બોલવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org