Book Title: Samadhi Maran
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
ઉપસંહાર
(૧) મરણનું સ્વરૂપ ભગવતી સૂત્રના ૧૩માં શતકના સાતમા ઉદ્દેશામાં પ્રશ્ન ૧૮થી ૩રમાં જણાવે છે
હે ભગવન્! મરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! મરણ પાંચ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે (૧) આવચિઠ મરણ (૨) અવધિ મરણ (૩) આત્યંતિક મરણ (૪) બાલ મરણ (૫) પંડિત મરણ.
(૧) આવીચિક મરણ:- આ-સમન્નાત , વિચિતરંગની પેઠે પ્રતિસમય અનુભવાતા આયુષ કર્મ પુદ્દગલનો અન્ય અન્ય આયુષના દલિક ઉદય થવા સાથે ક્ષય થવો તે આવી ચિમરણ અર્થાત્ નકાદિક ચારે ગતિના જીવોને સમયે સમયે આયુષ્ય ઓછું થાય છે તે આવીચિક મરણ.
(૨) અવધિ મરણ -મર્યાદા સહિત મરણ અર્થાતુ નકાદિ ભવના હેતુભૂત જે વર્તમાન આયુષ કર્મોના પુદ્ગલેને અનુભવ કરીને મરણ પામે અને પુનઃ તે જ આયુષ કર્મોના પુદ્ગલેને આગામી ભવમાં ગ્રહણ કરીને મરણ પામશે તે અવધિ મરણ કહેવાય છે કારણ કે તે દ્રવ્યની અપેક્ષાએ પુનઃ તે પુગલને ગ્રહણ કરે ત્યાં સુધી જીવ મરણ પામેલ છે. વલી પરિણામના વિચિત્ર પણથી ગ્રહણ કરીને છેડેલા પુગલોનું પુન: ગ્રહણ પણ સંભવે છે.
(૩) આત્યંતિક મરણ :- જે નારકાદિ આયુષકર્મના દલિક ભોગવી મરણ પામે અને મરણ પામી વલી તે જ આયુષ કર્મના પુગલોને અનુભવ કર્યા સિવાય મરણ પામશે એવું જે મરણ તે દ્રવ્યની અપેક્ષાએ અત્યન્તભાવપણાથી આત્યંતિક મરણ કહેવાય છે (જે ગતિમાં મરણ પામે પછી ફરીથી તે ગતિમાં કયારેય ઉત્પન્ન ન થાય તે વખતે તે ગતિનું. આત્યન્તિક (છેલ્લું)મરણ કહેવાય છે.
(૪) બાલ મરણઃ અવિરતી વાળાનું મરણ તે બાલ મરણ. (૫) પંડિત મરણઃ સર્વ વિસ્તીવાળાનું મરણ તે પંડિત મરણ હે ભગવન્ આવીચિક મરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! આવીચિક મરણ પાંચ પ્રકારે કહ્યું છે.
(૧) દ્રવ્ય આવાચિક મરણ (૨) ક્ષેત્ર આવીચિક મરણ (૩) કાલાવિચિક મરણ (૪) ભાવ આવાચિક મરણ (૫) ભવ આવચિક મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366