________________
કેટલીક અંતિમ સાધનાઓ
૧૧૭
પહેરું છું. પણ જીવ ગયા બાદ દુર્જન સરખા શરીરના એક ટુકડાને પણ ઈચ્છતો નથી. સૂર્ય તાપ ન લાગે તે માટે મસ્તકે છત્ર ઘરું છું, પળ પરલોક ગમન સમયે ખલ શરીર બધાં જ મૂકી જાય છે. મુસાફરી વેળા ભાતું સાથે રાખું છું પણ પરલેકની મુસાફરી માટે પુણ્યનું ભાતું કેમ તૈયાર ન કર્યું ? તરશે લાગશે માની પાણી લીધું. પણ સુકૃતનું ઉપાર્જન કરવું નથી.
ખરેખર ! જીવનું આ કેવું અજ્ઞાન છે કે મુસાફરીમાં સહાયક એવા ધર્મ મિત્રને છેડી, નાશવંત દેહ માટે સર્વ કાર્યો કરે છે. આ પૃથ્વમાં જીવ જેવા બીજે કઈ અવશેષ નથી છતાં શરીર માટે સર્વ ઉદ્યમ કરે છે. પણ એક ધર્મનું નામ યાદ કરતા નથી.
ધથી સતિ થવા. દેહ તો મરણ ટાળે રગદોળાઈ જવાને છે. છતાં કૃતદન જીવ શરીરના સુખને ચિંતવે છે. શરીરની છેવટની સ્થિતિ કાં તે રાખો ઢગલો અથવા સહવળતા કડાઓને રાક થવાને, કાંતે સૂર્ય કિરણોથી સોસાવું અને કાં પરૂ પ્રવાહ થવાનું. માટે આ નવર દેહનો કાઢી શકાય તેટલે કસ કાઢી લે. પણ દેહમાં મૂછ ન કરવી. દેહથી ધર્મ કરો. અંતે તે દુર્જન માફક દગો દેવાનું છે.
ફાગણ હિનાની હેળીની માફક શરીરની પણ હાળી થવાની છે. બીજાઓ સળગતા લાકડા નાંખીને તપાવે તેને બદલે તું જ જાતે તપ કરીને તપાવી લે કર્મ પુદગલ સ્વરૂપ છે માટે તું પુગલમય દેહથી તેને હતું. હે જીવ! સ્વાધીનતા કે પરાધીનતાથી દેહ છેડવા જ છે તે પછી સ્વાધીનતાથી કેમ ન છોડવા? નિબુદ્ધિ આત્મા! દેહ ઉપર મૂછ ન કર.
વળી તારે વિચારવાનું છે કે હે જીવ! તું સંસારમાં પરિભ્રમણ કરી રહેલ છે તેમાં એવા કોઈ જીવ બાકી નથી કે જેને તે આરોગ્યા ન હોય. તેમજ સકલ જગતમાં એવા પણ કોઈ જીવ નથી જેને તું બંધુ–મિત્ર-શત્રુ ઘણી વખત ન થયા હોય. તું પણ બીજા જીવો વડે અનેકવાર ભક્ષણ કરી છે. ચૌદ રાજલોકમાં વાળના અગ્રભાગ જેટલે ભાગ બાકી નથી જ્યાં તે અનંતા જન્મ મરણ ન કર્યા હોય. સવારબપોર-સાંજ-રાત-દિન એ કઈ કાળ નથી કે જે કાળમાં તું જો કે મર્યો ન હોય.
જીવમાં જન્મે, જીવે માર્યો, જીવે જીવમાં પાડે, જીવથી તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org