________________
૨૧૦
સમાધિ મરણ શલ્યને તું ત્યાગ કર, અને મુનીદ્રોના સમૂહમાં નિંદાએલ ઇદ્રિય રૂપી મૃગેંદ્રોને તું દમ. પ૬
નિર્વાણ સુખમાં અંતરાયભૂત, નરકદિને વિષે ભયંકર પાતકારક અને વિષય તૃષ્ણામાં સદા સહાય કરનાર કયા રૂપી પિશાચેને હણ. પ૭ - કાલ નહિ પહોંચતે અને હમણાં ધેડું ચારિત્ર બાકી રહે છે, મોહ રૂપી મહા વૈરીને વિદારવાને માટે ખગ અને લાઠી (ડાંગ) સમાન હિત શિક્ષાને તું સાંભલ. ૨૮
સંસારના મૂળ બીજભૂતમિથ્યાત્વને સર્વ પ્રકારત્યાગ કર સમ્યકત્વને વિષે દઢ ચિત્તવાલો થઈ, નમસ્કારના ધ્યાનને વિષે કુશલ થા. પ૯
જેમ માણસે પોતાની તૃષ્ણા વડે મૃગતૃષ્ણને વિષે (ઝાંઝવાના જલમાં) પાણી માને છે, તેમ મિથ્યાત્વથી મૂઢ મનવાલો કુધર્મ થકી સુખની ઈચ્છા કરે છે. ૬૦ જ તીવ્ર મિથ્યાત્વ જેને જે મહા દોષ કરે છે, તે દોષ અગ્નિ, વિષ કે કૃષ્ણ સર્પ પણ કરતા નથી. ૬૧
મિથ્યાત્વથી મૂઢ ચિત્તવાળા સાધુ ઉપર દ્વેષ રાખવા રૂપી પાપથી તુર મણિ નગરીને દત્તરાજાની પેઠે તીવ્ર દુખ આ લોકમાં જ પામે છે. ૬૨.
સર્વ દુઃખનો નાશ કરનાર સમ્યકત્વને વિષે તું પ્રમાદ ન કરીશ, કારણ કે સમ્યકત્વને આધારે જ્ઞાન, તપ, વીર્ય અને ચારિત્ર રહેલાં છે. ૬૩
જેવો તું પદાર્થના ઉપર અનુરાગ કરે છે, પ્રેમનો અનુરાગ કરે છે અને સદગુણના અનુરાગને વિષે રક્ત થાય છે. તે જ જિનશાસનને વિષે હમેંશાં ધર્મના અનુરાગ વડે રક્ત થા. ૬૪
સમ્યકત્વથી ભ્રષ્ટ તે સર્વથી ભ્રષ્ટ જાણવા, પણ ચાત્રિથી ભ્રષ્ટ થયેલા બધાથી ભ્રષ્ટ થતો નથી, કેમ કે સમ્યકત્વ પામેલા જીવને સંસારને વિષે ઝાઝું પરિભ્રમણ નથી. ૬પ
દર્શન થકી ભ્રષ્ટ તે ભ્રષ્ટ જાણો, કારણ કે સમ્યવથી પડેલાને મેક્ષ નથી. ચારિત્રથી રહિત જીવ મુક્તિ પામે છે, પણ સમતિથી રહિત જીવ મોક્ષ પામતા નથી. ૬૬
શુદ્ધ સમક્તિ છતે અવિરતિ જીવ પણ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. જેમ આગામી કાળમાં કલ્યાણ થવાનું છે જેમનું એવા હરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org