________________
૨૫૩
અંતિમ સાધના સૂત્રાદિ હતા. નાવમાં બેઠેલા લોકેએ તે વેળાએ તેમને ગંગામાં ધકેલી દીધા. ત્યારબાદ શ્રીઅર્ણિકાપુત્ર આચાયે તે સમયે સંથારાને સ્વીકારી સમાવપૂર્વક મરણને મેળવ્યું. પદ-પ૭ - કુંભકાર નગરમાં દેડકરાજાના પાપબુદ્ધિ પાલક નામના મંત્રીએ, સ્કંદકકુમાર દ્વારા વાદમાં પજિત થવાના કારણે, ધવશ બની માયાપૂર્વક પંચ મહાવ્રતયુક્ત એવા શ્રીસ્કન્દસૂરિ આદિ પાંચસે નિર્દોષ સાધુઓને યંત્રમાં પિલી નાંખ્યા. મમતા રહિત, અહં. કારથી પર તેમજ પોતાના શરીરને વિષે પણ અપ્રતિબદ્ધ એવા તે ચારસે નવાણુ મહર્ષિ પુરૂષ તે રીતે પીલાવા છતાંયે સંથારાને સ્વીકારીને આરાધકભાવમાં રહી મોક્ષને પામ્યા. ૫૮૫૦૬૦
દંડ નામના પ્રખ્યાત રાજર્ષિ, કે જેઓ પ્રતિમાને ધારણ કરનારા હતા. એક અવસરે યમુનાવક નગરનાં ઉદ્યાનમાં તેઓ પ્રતિમાને ધારણ કરીને કાર્યોત્સર્ગ ધ્યાને ઉભા હતા, ત્યાં યવન રાજાએ તે મહર્ષિને બાણથી વધી નાંખ્યા, તેઓ તે વેળાયે સંથારાને સ્વીકારી, આરાધક ભાવમાં રહ્યા. ત્યાર બાદ યવનરાજાએ સવેગ પામીને શ્રમણપણાને સ્વીકાર્યું, શરીરને વિષે સ્પૃહાવિનાના બનીને કોન્સર્ગ ધ્યાને ઉભા રહ્યા. તે અવસરે કેઈએ તેઓને બાણથી વણાં; છતાંયે સંથારાને સ્વીકારી તે મહર્ષિ સમાધિમરણને પામ્યા. ૬૧-૬૨
સાકેતપુરના શ્રી કીર્તિધર રાજાના પુત્ર શ્રીસુકેશલ ઋષિ, ચાતુર્માસમાં માસક્ષમણને પારણના દિવસે પિતામુનિની સાથે પર્વતપથી ઉતરતા હતા. તે વેળાયે વાઘણ એવી પૂર્વજન્મની માતાએ તેઓને ફાડી નાંખ્યા, છતાંયે તે સમયે ગાઢ રીતિયે ધીરતા પૂર્વક પિતાના પ્રત્યાખ્યાનમાં બરાબર ઉપયોગશીલ રહ્યા. વાઘણથી ખવાતાં તેઓએ અને સમાધિપૂર્વક મરણને મેળવ્યું. ૬૩-૬૪
ઉજ્જયિની નગરીમાં શ્રી અવતિસુકમાલે સંગ ભાવને પામીને દીક્ષા લીધી. યોગ્ય અવસરે પાદપપગમ અનશન સ્વીકારી તેઓ શ્મશાનના મધ્યે એકાત ધ્યાને રહ્યા હતા. રેષાયમાન એવી શિયાલણે તેઓને ત્રાસ પૂર્વક ફાડી ખાધા. આ રીતિયે ત્રણ પ્રહર સુધી ખવાતાં તેઓએ સમાધિ પૂર્વક મરણને પ્રાપ્ત કર્યું. ૬૫-૬૬
શરીરને મળ, રસ્તાની ધૂળ, અને પરસેવે વગેરેથી કાદવમય શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org