________________
૧૯૮
સમાધિ મરણ જીવોને દુખ કરનારા જે હલ અને ઉખલ (ખાંયણીઓ) વિગેરે યંત્ર મેં કરાવ્યાં, વળી પાપે કરીને કુટુંબને પડ્યું તે સર્વને અહિંસ હું નિંદુ છું. (૫૦)
(૭) સુકૃત અનુમોદના
૧. જિનભવન (દેરાસર). ૨ જિનપ્રતિમા. ૩ પુસ્તક. ૪-૭ચતુવિધ સંધ આદિ સાત ક્ષેત્રોને વિષે જે ધનરૂપી બીજ વાવ્યું હોય તે સુકૃતને હું અનુમેહું છું. (૫૧)
ભવરૂપી સમુદ્રમાં વહાણ સમાન જે શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રને સમ્યક પ્રકારે મેં પાલ્યાં હોય તે સુકૃતને હું અનુદું છું. (૫૨)
જિન-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધર્મિક અને પ્રવચનને વિષે જે બહુમાન મેં કર્યું હોય તે સુકૃતને અનુમોદું છું. (૫૩)
સામાયિક, ચઉવિસ વગેરે છ પ્રકારના આવશ્યકને વિષે સમ્યક પ્રકારે જે ઉદ્યમ કર્યો હોય તે સુકૃતને હું અનુભવું છું. (૫૪)
(૮) શુભભાવ લોકને વિષે પૂર્વકૃત પુણ્ય અને પાપ, સુખ અને દુઃખના કારણ છે; પણ બીજો કોઈ પ્રાણી કારણ નથી, એમ જાણીને શુભ ભાવ કર. (૫૫)
પૂર્વે કરેલાં દુષ્ટ કર્મ તેનું જે વેદવું (કર્મોનો નાશ કરવો) તેજ મક્ષ કહેવાય, પણ તેને નહિ ભેગવતાં કર્મની સત્તા તે મેક્ષ નહિ એમ જાણી શુભ ભાવ કર. (૧૬)
નરકને વિષે નારકીપણે જે અત્યંત તીખાં દુઃખ સહ્યાં તેથી આ દુઃખ કેટલામે હિસે છે એમ જાણીને શુભ ભાવ કર. (૫૭)
કારણ કે ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીલ વગેરે સવ પણ કાસના ફૂલની (આ ફૂલને ફળ થતાં નથી) પેઠે નિષ્ફલ છે એમ જાણુંને શુભ ભાવ કર. (૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org