________________
४६
સમાધિ મરણ
ગૌતમ સ્વામીએ પૂછયું,-હે ભગવન તે બાલિકાને એવું કયું કર્મ હતું, જેથી જન્મતા જ તેની માતા મૃત્યુ પામી ?
પ્રભુ કહે, આ ભારતમાં ધરણિ પ્રતિષ્ઠિત નગરમાં અરિદમન રાજા હતો. તેને એક રૂપ ગુણેથી પૂર્ણ નરકાંતા નામે પ્રિયા હતી. તેની કોઈ શકને પુત્ર જન્મ થતાં, મહા ઈર્ષાથી તે પાપીણીએ વિચાર્યું કે, “જે આ બાળકની માતા મૃત્યુ પામે તો હું ઈચ્છિત ભોગ ભોગવું અને મારો પુત્ર સમગ્ર રાજને ભોગવનારો થાય.
આ દુછ ચિંતવનથી તેણીએ અશુભ કર્મ ઉપાર્જન કર્યું.
આયુષ્ય પૂર્ણ કરી ઘણાં ભવે દુ:ખનો અનુભવ કરી સુનશીપણે ઉત્પન્ન થઈ. ગૌતમ ! તે કર્મ હજી કેટલુંક બાકી હતું તેથી માત્ર મનથી ચિંતવેલ તે કર્મના યોગે અહીં તેની માતા મૃત્યુ પામી.
જે છે જેને વધ કરે છે, હંમેશાં જૂઠું બોલે છે, વગર આપેલું ગ્રહણ કરે છે, આરંભ પરિગ્રહમાં રાત-દિત રક્ત રહે છે, હે ગૌતમ ! મધ-મદિરા-માંસાહાર તથા રાત્રિ ભોજનમાં રચ્યા પચ્યા રહે છે. તેઓ કર્મ બાંધીને જે દુ:ખ ભોગવનારા થાય છે, તેમના સમગ્ર દુઃખો વર્ણવવા અશકય છે.
તેથી આ વિનમ્ર પ્રાર્થનામાં મારે એ જ વિનંતી છે કે દરેક વ્યક્તિ પિતાના જીવની ભૂલે–અપરાધે-અતિચાર-વ્રતવિરાધનાદિક વિચારીયાદ કરીને ગીતાથ ગુરુ ભગવંત પાસે આલોચના કરી ભયંકર દુ:ખોથી મુક્ત થનારા બને.
o આલોચના કઈ રીતે કરવી? નીયાણું માયાને મિથ્યાવ, શલ્ય કરે તપ સંયમ ઘાત; તે નિશય થઈ ખામીએ. ગુરૂપય ચુગલે સીસ નામીએ.
આલોચના શિલ્ય રહિત કરવી જોઈએ. કેમકે થોડું પણ શલ્ય હોય તે શુદ્ધિ થતી નથી.
૦ શલ્ય યુક્ત પ્રાયશ્ચિતથી લક્ષ્મણ આર્યાએ ભયંકર કષ્ટો સહ્યા.
૧ શલ્ય સાથે આલેચના કરનાર રૂખી સાધ્વી એક ભવ ન્યુન એવા લાખ ભવ સુધી ભવ ભ્રમણ કરી દુઃખ વેઠયા.
માટે શલ્ય રહિત પણે અને નિર્દોષ બાળકની માફક, પિતે જેવું આચરણ કર્યું હોય તેવું પ્રગટ કરવું. અને પાપની આલોચના કરી આત્મ શુદ્ધિ કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org