________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
૧૦૩
(૧૦) નવકાર મંત્ર મરણ नाणाविह पावपरायणोषि जं पाविऊण अवसाणे
जीवो लहइ सुरतं तं सरसु मणे नमुकारं દશમે અધિકાર મહામંત્ર નવકાર
મનથી નવિ મુકે શિવસુખ સહકાર એહ જપતાં જાયે દુર્ગતિ દેશ વિકાર
સુપરે એ સમરો ચૌદ પૂરવને સાર. o ભૂમિકા
દશમ અને છેલ્લે અધિકાર તે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવુંધ્યાન કરવું.
શુભ ગથી એક જ નમસ્કાર થાય તે પણ ઘણાં કર્મોને ભસ્મીભૂત કરી દે છે. તેથી આ નવકાર મહામંત્ર માટે ત્રણ બાબત ખાસ યાદ રાખવા જણાવે છે.
૦ અંત સમયે કેવળ નવકાર મંત્રનું રટણ રાખવું.
બીજુ કંઈ સાંભળવા-બેસવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય ! ત્યારે પણ નવકાર મંત્ર સંભળાવ.
૦ શ્રીમતી ની માફક પળે પળ રણું રાખવું.
૦ નમસ્કાર મંત્રનું મહત્વ :
૦ જુદાં જુદાં પાપ કાર્યમાં પરાયણ એ જીવ પણ નમસ્કાર મંત્રને અંત સમયે પામે તે દેવપણને પ્રાપ્ત કરે છે. માટે હે જીવ! તું નવકાર મંત્રનું સ્મરણ કર.
૦ સ્ત્રીઓ મળવી સુલભ છે. રાજ્ય મળવું સુલભ છે. દેવપણું પામવું સુલભ છે, પણ નવકાર મંત્ર પામ અતિ દુર્લભ છે માટે હે જીવ! નવકાર મંત્ર સ્મરણ કર.
- એક ભવમાંથી બીજા ભવમાં જતા જીવને નવકાર મંત્રની સહાયથી પરભવને વિશે મને વાંછિત સુખ સંભવે છે માટે હે જીવ! તું નવકાર મંત્રનું રટણ રાખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org