________________
કેટલીક અંતિમ સાધનાઓ
૧૧૩
વીસ અણગાર કલપ, અઠ્ઠાવીસ આચાર પ્રક૯પ, ઓગણત્રીસ પાપકૃત પ્રસંગે ત્રીશ મોહનીય સ્થાનકે તે સર્વની વિરાધનાનું પ્રતિકમણ કરું છું.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ-સાધ્વી, શ્રાવક– શ્રાવિકા વર્ગની જે આશાતનાઓ, દેવ-દેવીઓ, આક-પરલોક, લેક-કાળ શ્રતની જે આશાતનાઓ, શ્રત દેવતાની, વાચનાચાર્યની, સર્વ જીવોની જે આશાતનાઓ થઈ હોય તેને નિંદુ છું.
આવશ્યક કે આગમ સૂત્ર પઠન-પાઠન કરતાં હીન–અક્ષર, અધિક– અક્ષર, આડા અવળા અક્ષર બોલાયા, પદ ઓછું બોલાયું, છેષ યથાર્થ ન બોલ્યા, અકાળે સ્વાધ્યાય કર્યો હોય ..
છદ્મસ્થ ભૂલકણો એ હું કેટલા દેશે યાદ કરું ? જે દ યાદન આવ્યા હોય, તે સર્વે જાણતા-અજાણતાં થયેલાં મારાં પાપ નિષ્ફળ થાઓ.
હું સમ્યત્વ, જ્ઞાન, સંયમ, ક્રિયાકલ્પ બ્રહ્મચર્યનું આરાધન કરું છું, તેનાથી વિપરીત આચરણનું પ્રતિક્રમણ કરું છું. મેક્ષ માર્ગ વિશે જિનેશ્વર ભગવંતેએ જે કાંઈ વચનો કહ્યાં છે તેને આરાધું છું. વિપરીતનું પ્રતિકમણ કરું છું.
સમગ્ર નિગ્રંથ પ્રવચન સત્ય, તથ્ય, શાશ્વતું, સાભૂત, સુંદર, કલ્યાણ-મંગલ કરનારું છે. સંસારના હેતુરૂપ ત્રણ શલ્યને કાપનાર છે. યથાર્થ સિદ્ધિને માર્ગ છે. આ નિર્ગથ પ્રવચનને વિશે રહેલા જ સિદ્ધિ પામે છે. કર્મ થી મુક્ત થાય છે. તે કારણે હું શુદ્ધ ભાવથી બરાબર આચારનું પાલન કરીશ.
હવે હું સભ્યત્વગુપ્તિયુકત મિથ્યાત્વથી રહિત, અપ્રમાદી, પાંચ સમિતિ સહિત શ્રમણ બન્યો છું. જિનેશ્વરોએ મેક્ષમાર્ગમાં બતાવેલા અનુષ્ઠાનેનું સેવન કરીશ, જે ન કરવા લાયક કાર્યો હોય તેનું પ્રતિકમણ કરું છું. આ મેક્ષ માર્ગમાં પ્રતિષેધેલા કાર્યો જે મેં કર્યા હોય તેનું પ્રતિકમણ કરું છું.
દૃષ્ટાંત હેતુયુક્ત કે તેથી રહિત શ્રદ્ધેયની શ્રદ્ધા ન કરી હોય. જિનેશ્વરએ કહેલા પદાર્થમાં વિપરીત પ્રરૂપણા કરી હોય, ઉસૂત્ર ઉન્માર્ગ અકલ્પાચરણ કર્યા હોય, તેનું નિંદન ગહન કરી આત્માને શુદ્ધ કરું છું. આ ચણા ચોગ્ય જે દોષ થયા હોય તે અહીં આલેવું છું. પ્રતિકમણ ગ્ય નું પ્રતિકમણ કરું છું. બન્ને પ્રકારે કેટલાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org