________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
८७
૮ શુભ ભાવના तच्चा यास्यति मे कदा दिन महं यत्पालयिष्येऽमलं चारित्र' जिनशासन स्थित मुने-मानें चरिष्याम्यहम् मुक्तो जन्म जरादि दुःखनिवहात संवैगनिर्वेदताप्तोक्तास्तिक्य दयालुता प्रशमतां धर्ता भविष्याम्यहम् ભાવ ભલે મન આણીએ ચિત્ત આણી હામ સમતા ભાવે ભાવીએ એ આતમ રામ
ધન ધન તે દિન માહ ભાવભલી પરે ભાવિએ એ ધમને સાર શિવગતિ આરાધન તણે એ આઠમો અધિકાર
ધન ધન તે દિન માહરે
દુકૃતની ગહ અને સુકૃતની અનુમોદના કરી શુભ ભાવને ધારણ કરવા જોઈએ. જેથી અંતિમ સાધના સમયે મનના પરિણામે નિર્મલ બને. ધર્મ આરાધનામય-ચિત્ત થાય અને હદયમની કલુષિતતા અંત સમયે સમાધિને દુષિત ન કરે.
(૧) કયારે બાહ્ય અત્યંતર પરિગ્રહ છોડુ ?
બાહ્ય-અત્યંતર બંને પરિગ્રહ મહાપાપનું મૂળ છે. દુર્ગતિ આપનારા છે. મહા દુઃખનું કારણ અને અનર્થને કરનારા છે. અજ્ઞાન–મેહમત્સર રાગ-દેષનું મૂળ છે. દશ પ્રકારના યતિધર્મ રૂપ કલ્પવૃક્ષને માટે દાવાનળ સમાન છે. જ્ઞાન-કિયા–દયા–સંતોષ અને બોધિ બીજને નાશ કરવાવાળા છે. કુમતિ અને બુદ્ધિને દેનારા છે. સુમતિ અને સુબુદ્ધિ રૂપ સૌભાગ્યને નાશ કરનાર છે. તપ સંયમ રૂપ ધનને લુંટવાવાળા છે. લાભ અનેક લેશરૂપ સમુદ્રને વધારનાર છે. જન્મ જરા મરણને કરવાવાળા છે. મિથ્યાત્વ શલ્યને દેનાર અને મેક્ષમાર્ગના વિઘકારી છે. અનંત સંસાર વધારે છે. આ લોક પરલોકના સુખના નાશક છે.
ઉત્તમ પુરુષે સાધુ મહાત્માઓએ નિર્દેલ એવા આ બાહ્યઅભ્યત્તર પરિગ્રહને હું કયારે છોડીશ? મારે માટે એ ધન્ય દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org