________________
સમાધિ મરણ
(૭) આશ્રવ ભાવના :
હે જીવ! મન-વચન-કાયાના વ્યાપાર રૂપ રોગથી શુભાશુભ કર્મો આવ્યા જ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદરૂપ આશ્રવથી અનાદિ કાળથી કર્મને પ્રવાહ આત્મા તરફ આવ્યા કર્યો છે.
હે જીવ! તું પાંચે આશ્રાના સ્વરૂપને બરાબર સમજી લે. તેના દારુણ પરિણામની પર્યાલોચન કરી તે આશ્રવને નિરોધ કર તો જ છેલ્લે નિષ્કર્મા થઈ મહાનંદ પદ પામીશ. (૮) સંવર ભાવના :
હે જીવ! સંવર એ આશ્રવ નિરોધનું સાધન છે. કર્મો જે દ્વારેથી આવે છે. તેને રોકી લેવા સંવર ભાવને આદર.
તું સમ્યકત્વથી મિથ્યાત્વને દૂર કર. વિતિને ધારણ કરી અવિરતિને રોક, પ્રમાદથી બચવા અપ્રમત થા, ત્રણ ગુપ્તિવંત થઈ ત્રણ યેગને સંવર, અને ક્ષમા-નમ્રતા–સરળતા તથા સંતેષ વડે કૈોધમાન-માયાલાભ રૂપ કષાયને અંકુરીત કર.
આવો ઉત્તમ સંવર માર્ગ તેને શાશ્વત સુખ આપશે. (૯) નિર્જર ભાવના :
સંસારના હેતુભૂત કર્મોનું ઝરવું તેને નિર્જરા કહે છે. આવી નિર્જરા સકામ અને અકામ બે પ્રકારે કહેવાઈ છે. છ બાહ્ય અને છે અત્યંતણ તપ વડે આ સકામ નિર્જરા સાધી શકાય છે. સકામ નિર્જરાને શાસ્ત્રકારોએ પ્રશસ્ત નિર્જરા ગણાવી છે.
હે જીવઅનાદિકાલથી તે અકામ નિર્જરા કરી જ છે. પણ તેથી કર્મોના આવરણે સર્વથા દૂર ન થયા માટે હવે તપને આશ્રય કરી બધાં કર્મોને નિર્જરી તારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર. (૧૦) ધમ સ્વાખ્યાત ભાવના –
હે જીવ! સર્વજ્ઞ ભગવંત એ આ ધર્મ ઘણી જ સારી રીતે કહ્યો છે. દુર્ગતિમાં પડતા જીવ આ ધર્મનું આલંબન કરી ભવ સમુદ્રમાં ડુબતા બચી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org