________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
(૩) સંસાર ભાવના :
હે જીવ! ચોરાશી લાખ જવાનીથી પૂરિત આ સંસારરૂપ નાટક શાળામાં તે નટની માફક ચેષ્ટાઓ કરી. નીગેદથી પૂર્ણ પંચેન્દ્રિય સુધી ભાડાની કોટડી માફક તું કઈ નીમાં પ્રવેશ્યા નથી કે કઈ યોનીને ત્યાગ કર્યો નથી? આ રીતે સવ નીમાં ભટકતા સર્વ જી તારે માટે સ્વજન અને પરજન બન્યા. મિત્ર શત્રુ બન્યા. શત્રુ મિત્ર બન્યા એવું સંસારનું વિચિત્ર સ્વરૂપ વિચારી પ્રતિબંધ ન ધરતા તેનાથી નિર્વેદ પામી તારું શ્રેય સાધી લે. (૪) એકત્વ ભાવના :
હે જીવ! તું એકલે જન્મે છે. એટલે મરણ પામે છે. એક સુખ અનુભવે છે. એક જ દુઃખોને સહન કરે છે. કર્મો એકલો જ બાંધે છે અને ભગવે છે. ચકવતી જેવા પણ મરણ સમયે સર્વ સમૃદ્ધિ છોડી એકલા જ જાય છે. માટે તું બધાંની મમતા છોડી દે અને શુદ્ધ આત્મસ્વરૂપમાં જ લીનથી. તું એકલા છે અને તારું કઈ નથી એવું અદિન મનથી તું સ્વીકાર કર અને મોક્ષ માટે પ્રયાસ કર. (૫) અન્યત્વ ભાવના:' હે જીવ! તું અને આ શરીર બંને અલગ છે. તે અંતષ્ટિથી વિચાર ! આ ધન-ધાન્ય-કુટુંબ-વૈભવ-બંધુ-મિત્ર–બધું જ અન્ય છે. તે અન્ય પદાર્થોના સંયોગ કે વિગથી શા માટે દુઃખને ઘરે છે.
જેને મેળવવા તું પ્રયત્નશીલ છે. જેમાં તું આસક્ત છે. જેના પર તને રાગ છે તેમાંનું કંઈ તારું નથી પણ અન્ય છે. માટે આ પર પુદગલરૂપ વિભાવ પરિણતી પરિહરી કેવળ જ્ઞાન-દર્શન-યુક્ત આત્મ સ્વરૂપમાં લીન થા. (૬) અશુચિ ભાવના :
'હે જીવ! આ શરીર અશુચિથી ઉત્પન્ન થાય છે. અશુચિથી વૃદ્ધિ પામે છે. અશુચિ ધારણ કરે છે અને શુચિ વસ્તુને પણ અશુચિમય બનાવે છે.
ચરબી–લેહી-માંસ-હાડકાં –કલેજુ-વિષ્ટા-મૂત્ર – મેલથી ભરપૂર અશુચિના ભંડાર સમા આ શરીરમાં કોણ મેહ પામે? હે જીવ! આ અસાર શરીરને મેહ છોડી દઈ તેને કેવળ ધર્મ આરાધનાના સાધનરૂપ માની આત્મ કલ્યાણ સાધી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org