________________
૪૧
અંતિમ આરાધનાના દશ અધિકાર અતિકમ-વ્યતિક્રમ-અતિચાર-અનાચાર થયો હોય તેનું હું ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ આપુ છું. (૪) મિથુન વિરમણ વ્રત –
तैरश्च मानुषं दिव्य, मैथुन मयका पुरा
यत्कृतं त्रिविधेनाऽपि त्रिविधं व्युत्सृजामि तत् પરસ્ત્રી ગમન વિરમણવ્રત માંહે, પ્રમાદ કે કામાવેશે. કુમારી વિધવા સંગ કર્યોને, રખાત–વેશ્યા ગમન કર્યું. અનંગ કિડા કરી વિવાહ જેડયા વિષયે અતિ અભિલાષ ધર્યો ચોથા અણુવ્રતના અતિચારે, દિન સેવ્યા આલોઉ સૌ
દેવ સંબંધિ-માનવસંબંધિ-તિ"ચ સંબંધિ કામરાગથી તપેલા ચિત્ત વડે જે અબ્રહ્મ આચરણ એટલે કે મુખ્યતાએ સ્ત્રી-પુરુષના ગ વડે થતું મૈથુન-અબ્રહ્મનું સેવન અથવા કામોગા સંબંધી મનવચન-કાયાની પ્રવૃત્તિ મેં કરી હોય કે મારાથી થઈ હોય, તેને મનવચન-કાયા વડે હું બિંદુ છું-હુ છું–તેની આલેચના કરું છું. - આ મિથુન વ્રત શ્રી વીતશગ પરમાત્મા એ ચાર પ્રકારે દર્શાવ્યું. દ્રવ્યથી ચિત્ર વગેરે નિર્જીવ રૂપને વિશે અથવા રૂપ સાથે રહેલા મનુષ્યાદિક સજીવને વિશે, ક્ષેત્રથી ઉદેવલોકમાં–અધોલેકમાં કે તીલેકમાં, કાળથી દિવસે કે રાત્રે, ભાવથી રાગ અથવા ઠેષ વડે મેં આવી કોઈપણ રીતે મૈથુન સેવ્યું હોય–સેવરાવ્યું હોય કે સેવતાની અનુમોદના કરી હોય તેનું હું મિચ્છામિ દુકકડમ આપુ છું.
પ્રમાદ વશ કે અશુભ ભાવે કરી આ ભવ કે પરભવને વિશે મેં કુમારી કે વિધવા સાથે સંગ કર્યો હોય, રખાત કે વેશ્યાગમન કર્યું હેય, કામોત્તેજક ચેષ્ટા કે અનંગ કીડા કરી હોય, વિવાહાદિક જેડ્યા હાય, વિષય ભેગને માટે તીવ્ર અભિલાષ કીધે હાય, સ્વસ્ત્રી પ્રત્યે પણ સંતોષ ન રાખતા અત્યંત આસક્તિ ધરી હેય, બ્રહ્મચર્યની નવવિધ વાડેનું યથાગ્ય પાલન ન કર્યું હોય, સ્વપ્નાંતરે અતિક્રમવ્યતિક્રમ–અતિચાર અનાચાર થયો હોય.
જાણતા-અજાણતા મારા જીવે મન-વચન-કાયાના યોગે આવી કોઈપણ રીતે મૈથુન વિરમણ વ્રતની ખંડણી-વિરાધના કીધી હોય તેનું હું વિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. મારું તે દુષ્કત મિથ્યા થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org