Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ સચિત્ર ગણધરવાની જાહેર વ્યાખ્યાનમાળા ગણધરવાદને વિષય જૈન સમાજમાં ઘણી જ પ્રસિદધ” વિષય છે. પયુંષણ મહાપર્વ દરમ્યયાન કલ્પસૂત્રના વાંચનમાં વંચાય છે, તે ગણધરવાદના વિષય ઉપર રવિવારીય જાહેર વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી હતી. અત્યન્ત તાર્કિક અને યુક્તિ-પ્રયુક્તિ પૂર્ણ આ વ્યાખ્યાનમાં આત્માથી મેક્ષ સુધીના તો પૂજ્યશ્રી બેડ ઉપર ચાર્ટ -ચિત્ર સાથે સરલતાથી સમજાવતા હતા. શ્રી સંઘે નકકી કર્યું કે આ અમુલ્ય વ્યખ્યા છપાવીને પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવા. અને કેટલાક દાનવીર દાતાઓને આ પેજનામાં સહયોગ સાંપડે. અને પરિણામે અમે ૫૦૦૦ પ્રતિઓ પ્રસિધ્ધ કરી શક્યા. જે દેશ અને પરદેશની ધરતી ઉપર ઝડપથી પહોંચવા માંડી. પરિણામ સ્વરૂપે જિનવાણુના મૂળ તવોને પ્રચાર થયે. અમને જણાવતા ખૂબ આનન્દ થાય છે કે અમારા ઈતિહાસમાં પ્રથમવાર વ્યાખ્યાનેના સંગ્રહરૂપે પુસ્તક છપાયું. આ અમારૂં ગૌરવાસ્પદ સંભારણું કાયમ યાદ રહે તેવું છે. બે ભાગમાં એક હજાર પાનાનું પુસ્તક પ્રકાશીત કરી અમે ધન્યતા અનુભવીએ છીએ. સુંદર અનુષ્ઠાન અને આરાધના ક શ્રી સિદધ ચક્ર મહાપૂજનની ભકિત સાથે આયંબિલની તપશ્ચર્યા કરાવવામાં આવી. આરાધનાથે દરેકને, સિદ્ધચક્રના યંત્ર, બનાવીને ભેટ આપવામાં આવ્યા હતા. ૧૧ ગણધર ભગવંતના એકાસણા સામૂહિક થયા. * ૪૫ આગમની ભવ્ય રથયાત્રા-તથા પુજન પુજ્યશ્રીની આગવી આયોજન શૈલીથી ૪૫ આગમોનું પુજન થયું. તથા ભવ્ય રથયાત્રા નીકળી. ગજરાજની અંબાડીએ “શ્રી ભગવતીસૂત્ર” તથા ૪૫ વાહનમાં ૪૫ આગમો સાથે અપુર્વ રથયાત્રા નિકળી. દિવસભર મહાપુજન ચાલ્યું. પુ. મુનિરાજ શ્રી ગુણ સાગરજી મહારાજે પણ અમને આગ આપી સહકાર આપે. આ નિમિત્તે આગમ પુરૂષને પટ બનાવવામાં આવ્યું.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 604