Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ ૯. આગમ કથાનુયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ" નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેક બુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦ થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણીકથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્ત્રોત જોઈ શકાય છઠ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા ગોતવી અત્યંત સરળ બને છે. પાકા પૂઠાના બાઈન્ડીંગમાં આ છ એ ભાગોમાં મેપલીથો વ્હાઈટ કાગળ વપરાયેલ છે, ડેમી સાઈઝમાં તૈયાર થયેલ અને સુંદર ઓફસેટ પ્રિન્ટીંગમાં છપાયેલ આ “આગમ કથાનુયોગ" કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશીત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. વર્તમાનકાળે લખાતા કે વંચાતા ચીલાચાલુ સાહિત્ય કે ધાર્મિક પુસ્તકોને નામે અંગત માન્યતાના પ્રક્ષેપપૂર્વક સર્જાતા સાહિત્યો કરતા આ “આગમ કથાનુયોગ” વાંચન માટે શુદ્ધ-વિશદ્ધ ધાર્મિક માહિતી અને રસિક કથાઓના સંગ્રહરૂપ હોવાથી તુરંત વસાવવા લાયક છે. બાળકોને વાર્તા કહેવામાં પણ ઉપયોગી છે. માટે આજે-જ વ-સા-વો આ “આ-ગ-મ કથા-નુ-યો-ગ” ––– – – આ હતી આગમ સંબંધી અમારા ૨૦૨ પ્રકાશનોની યાદી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 322