________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો નિર્માણ કર્તા દેવ) સર્વતોભદ્ર હોય છે.
(૧) સૌધર્મ, (૩) સનસ્કુમાર, (૫) બ્રહ્મલોક, (૭) મહાશુક્ર અને (૯-૧૦) આનત-પ્રાણત ઇન્દ્રોને ત્યાં સુઘોષા નામક ઘંટા હોય છે. પદાતિ સેનાપતિ હરિëગમેષી નામે દેવ હોય છે, બહાર નીકળવાનો માર્ગ ઉત્તરદિશા હોય છે. તેઓ વિમાનને રતિકર પર્વતના અગ્નિખૂણામાં લઈ જાય છે. જ્યારે (૨) ઇશાન, (૪) માહેન્દ્ર, (૬) લાંતક, (૮) સહસ્ત્રાર, (૧૧-૧૨) આરણ-અર્ચ્યુત કલ્પના ઇન્દ્રોને ત્યાં મહાઘોષા નામક ઘંટા હોય છે, પદાતિ સેનાપતિ લઘુપરાક્રમ હોય છે. બહાર નીકળવાનો માર્ગ દક્ષિણ દિશા હોય છે. તેઓ વિમાનને રતિકર પર્વતના ઇશાન ખૂણામાં લઈ જાય છે. ઇત્યાદિ.. યાવત્ તેઓ અરિહંતની પર્યુપાસના કરતા રહે છે.
• અસુરેન્દ્ર ચમરનું આગમન :
અરિહંતના જન્મ કાળે ચમરેન્દ્રનું આસન પણ ચલાયમાન થાય છે. શક્રેન્દ્રની માફક તે પણ અરિહંતનો જન્મ મહોત્સવ કરવા આવે છે. તેની સાથે ૬૪,૦૦૦ સામાનિક દેવો, ચાર લોકપાલ, સપરિવાર પાંચ પટ્ટરાણી, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિ, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવો આવે છે. તેના પદાતિ સેનાધિપતિનું નામ દ્રુમ, ઘંટાનું નામ ઓઘસ્વરા, વિમાન નિર્માતા આભિયોગિક દેવ છે - યાવત્ - મેરુ પર્વતે આવીને તેઓ અરિહંત પરમાત્માની પથુપાસના કરતા રહે છે.
• બલિ આદિ અન્ય અસુરેન્દ્રોનું આગમન :
અરિહંત પરમાત્માના જન્મ કલ્યાણક સમયે બલીન્દ્ર, ધરણેન્દ્ર આદિ સર્વે ભવનપતિ-ઇન્દ્રોનું આસન ચલાયમાન થાય છે. તે સર્વે ઇન્દ્રો શક્રેન્દ્રની માફક આવે છે. અરિહંતોની પર્યાપાસના કરતા રહે છે. સાથે આવનાર સામાનિક દેવો બલીન્દ્ર સાથે ૬૦,૦૦૦, બાકીના સર્વે સાથે છ-છ હજાર દેવો હોય છે. બધાંના આત્મરક્ષક દેવો તેનાથી ચાર ગણા હોય છે.
વાણ વ્યંતર અને જ્યોતિષ્ક દેવોનું આગમન :
અરિહંત પરમાત્માના જન્મ કલ્યાણક અવસરે બધાં જ વ્યંતર ઇન્દ્રો અને જ્યોતિષ્ક ઇન્દ્રોનું આસન પણ ચલાયમાન થાય છે. આ સર્વે ઇન્દ્રો પણ શક્રેન્દ્રની માફક આવે છે. મેરુ પર્વતે અરિહંત પરમાત્માની પર્યાપાસના કરે છે. જેમાં વ્યંતરેન્દ્રોની સાથે પ્રત્યેકના ૪૦૦૦ સામાનિક દેવ, ચાર પટ્ટરાણી, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવ, ઇત્યાદિ પરિવાર પણ આવે છે.
આ રીતે ભવનપતિના વીશ ઇન્દ્રો, વ્યંતરોના ૩૨-ઇન્દ્રો, જ્યોતિષ્કના બે ઇન્દ્રો અને વૈમાનિકના દશ ઇન્દ્રો મળી કુલ ચોસઠ ઇન્દ્રો અરિહંતના જન્મ કલ્યાણક પ્રસંગે મેરુ પર્વત પર પાંડુક વનમાં અભિષેક શીલાએ આવે છે.
* ઇન્દ્રો દ્વારા કરાતો અરિહંતનો જન્માભિષેક :• અય્યત ઇન્દ્ર દ્વારા અરિહંતનો જન્માભિષેક :
સર્વ દેવેન્દ્રોમાં મહાનું એવા દેવેન્દ્ર દેવરાજ અય્યત ઇન્દ્ર અરિહંતના જન્માભિષેક માટે આભિયોગિક દેવોને બોલાવીને આજ્ઞા કરે છે કે, હે દેવાનુપ્રિય ! તમે અતિ