________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
પ્રાયઃ ઉપવાસ કે છઠ કે અઠમ એવા કોઈ તપથી યુક્ત હોય છે. જન્મ, જરા, મરણના ભાવોથી વિમુક્ત હોય છે. શિબિકામાં સાથે કુલમહત્તરા, ધાવમાતા, છત્રધારી તરુણી, ચામર ધારી બે તરુણી, કળશધારી અને પંખાને લઈને ઉભેલી તરુણી આદિ સાથે હોય છે. શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્ર બંને બાજુએ મણિરત્નાદિ યુક્ત દંડવાળા ચામર લઈને ઉભા રહે છે.
૦ સામાન્યથી શિબિકાનું વડન - જ્યારે જિનેશ્વરો દીક્ષા ગ્રહણ કરવા માટે નીકળે ત્યારે પહેલાં મનુષ્યો આ શિબિકા ઉપાડે છે. પછી અસુરેન્દ્ર, સુરેન્દ્રો અને નાગેન્દ્રો આ શિબિકા લઈને ચાલે છે. તે આ પ્રમાણે – પૂર્વ તરફ વૈમાનિક દેવ, દક્ષિણ બાજુએ નાગકુમાર દેવ, પશ્ચિમ બાજુએ અસુરકુમાર દેવ અને ઉત્તર તરફથી ગરૂડકુમાર દેવો વહન કરે છે.
૦ વિશેષથી શિબિકા વહનનો ઉલ્લેખ કરતા શાસ્ત્રકાર જણાવે છે કે – સર્વ પ્રથમ નગરજનો શિબિકાને ઉપાડે છે. પછી શક્રેન્દ્ર શિબિકાની દક્ષિણ તરફની ઉપરની બાહાને ઉપાડે છે, ઇશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપલી બાહાને ઉપાડે છે, ચમરેન્દ્ર દક્ષિણ તરફની નીચલી બાહાને ઉપાડે છે અને બલીન્દ્ર ઉત્તર તરફની નીચેની બાહાને ઉપાડે છે. બાકી રહેલા ભવનપતિ આદિ દેવો ત્યારપછી ક્રમાનુસાર શિબિકાને ઉપાડે છે. ત્યારે શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્ર ભગવંતની બંને બાજુ ચામર ઢોળે છે.
આ રીતે અરિહંતો દીક્ષાર્થે ગમન કરે છે ત્યારે દેવોના સમૂહથી આકાશ શોભવા લાગે છે, અનેક પ્રકારના વાજિંત્રો સતત વાગતા હોય છે. દેવગણ પણ નૃત્યો અને નાટ્યો કરતો હોય છે. શિબિકા પાછળ દેવસમૂહ પુષ્પ વિખેરતો, દંભી નાદ કરતો, અરિહંતની સ્તવના કરતો, શબ્દોથી સર્વ દિશાને વ્યાપ્ત કરતો ચાલે છે. અરિહંતની આગળ સ્વસ્તિક આદિ આઠ મંગળ ચાલે છે, પછી પૂર્ણ કળશ, ભંગાર, ચામર, પતાકા, છત્ર, સિંહાસન, ધજા ઇત્યાદિ ચાલે છે.
તેની પાછળ ઉત્તમ એવા ૧૦૮-૧૦૮ ઘોડા, હાથી, રથ, વીરપુરુષ, ચતુરંગિણી સેના, મહેન્દ્ર ધ્વજ ચાલે છે, પછી ઘણાં જ ખ, ભાલા, બાજોઠ ધારકો ચાલે છે, પછી હાસ્ય, ક્વ, ખેડુ, ચારુ કરનારા ચાલે છે. પછી કંદર્ષિક, કૌકુચિક, ગાનાર, વગાડનાર, નાચનારા ચાલે છે. પછી વિવિધ નગરજન આદિ અરિહંતની આગળ-પાછળ, આજુબાજુ ચાલે છે. પછી ઘણાં દેવ-દેવી ચાલે છે. પછી ઉત્તમ હસ્તિરત્ન પર સવાર થઈને ચતુરંગિણી સેના, ભાટ, ચારણ આદિ સહિત ત્યાંનો રાજા ચાલે છે.
તે વખતે કુળના વડીલો, મહત્તરા આદિ સ્વજનો ઇષ્ટ, મનોહર આદિ વાણીથી અરિહંતને શુભ કામનાઓ પાઠવે છે કે, હે સમૃદ્ધિમાનું ! આપનો જય થાઓ, વિજય થાઓ, નિરતિચાર આરાધના વડે તમે નહીં જીતેલાને જીતો, જીતીને શ્રમણધર્મનું પાલન કરો. સિદ્ધિ મધ્યે વસો રાગદ્વેષરૂપી મલ્લોનો નાશ કરો, આઠ કર્મોરૂપી શત્રુઓનું મર્દન કરો. અપ્રમત્તપણે ત્રણ લોકમાં આરાધના પતાકા ફરકાવો. ઇત્યાદિ-ઇત્યાદિ અનેક આશીર્વચનો બોલે છે.
હજારો નેત્રપંક્તિથી જોવાતા, હજારો મુખોથી સ્તુતિ કરાતા, હજારો હૃદયોથી