Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 315
________________ ૩૧૪ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ૭. ૨-કલ્યાણકોવાળી ભૂમિ-૨ માડણકુંડ, શૌરીપુરી કલ્યા. ૪ ૮. ૧-કલ્યાણકવાળી ભૂમિ- ૫ ૧ ૪ ૫ = કલ્યા. ૫ (અષ્ટાપદ, પુરિમતાલ, ક્ષત્રિયકુંડ, જુવાલિકા, પાવાપુરી) આ રીતે ૨૩ ભૂમિમાં ૧૨૦ કલ્યાણકો થયા. તે ૨૩ તીર્થો છે. (૫) પરમાત્માની પ્રાચીન પ્રતીમા, સ્તુપ કે પાદુકાદિ ચિન્હો હોય તેવી ભૂમિઓ પણ તીર્થ ભૂમિ કહેવાય છે. ૦ લઘુ દષ્ટાંત :- ભગવંત ઋષભદેવને પ્રથમ ભિક્ષા શ્રેયાંસકુમારે વહોરાવી. ત્યારે જે સ્થાને પ્રથમ ભિક્ષા વહોરાવી હતી, ત્યાં શ્રેયાંસકુમારે- “અહીં મારા ભગવંત ત્રિલોકગુરુ ઉભા હતા, તે સ્થાન કોઈના પગ વડે ખક્રિમિત ન થાય” તેમ જાણીને ત્યાં રત્નપીઠિકા રચાવી હતી. ત્યાં શ્રેયાંસકુમાર ત્રિકાળપૂજા કરવા લાગ્યા. પર્વકાળે તેની વિશેષથી પૂજા કરીને જ તે ભોજન લેતો હતો. લોકો તેને જ્યારે પૂછતા કે આ શું. છે? ત્યારે શ્રેયાંસ કહેતો કે આ “આદિકર મંડલ” છે. ત્યારપછી લોકોએ પણ જ્યાં જ્યાં ભગવંત રહ્યા ત્યાં ત્યાં પીઠિકાઓ બનાવી. ભગવંત ઋષભદેવ ત્યાંથી વિહાર કરી તક્ષશિલાનગરી સમીપે પધાર્યા. ભગવંત નગરીની બહાર ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. તત્કાળ ઉદ્યાનપાલકે આવી બાહુબલી રાજાને વધામણી આપી. પ્રભુના આગમનના સમાચાર સાંભળી હર્ષિત થયેલા બાહુબલીએ વિચાર્યું કે, કાલે સવારમાં સર્વદ્ધિ સહિત જઈને પ્રભુને વંજ્ઞા કરીશ. પ્રભુ તો પ્રાત:કાળે પ્રતિમાસ્થિતિ સમાપ્ત કરી ત્યાંથી વિહાર કરી ગયા. 1 સવાર થયું ત્યારપછી બાહુબલી સર્વ ઋદ્ધિ સાથે આડંબરપૂર્વક ઋષભદેવ પ્રભુને વંદન કરવા ગયા. ત્યાંથી પ્રભુ વિહાર કરી ગયા હતા. તે જાણીને બાહુબલીને ઘણો જ ખેદ થયો. પછી પ્રભુના ચરણબિંબને કોઈ ઉલ્લંઘે નહીં એમ વિચારી બાહુબલીએ ત્યાં રત્નમય ધર્મચક્રની સ્થાપના કરી. ભક્તિપૂર્વક વંદના કરી પોતાની નગરીમાં પાછા ફર્યા. -૦- આવા પ્રસંગો ભગવંત મહાવીરના પણ ઘણાં જ નોંધાયા છે. આવી સર્વે પ્રકારની ભૂમિ પણ તીર્થ કહેવાય છે. (૬) નામ પૂર્વક કેટલાંક તીર્થોની ગણના પણ કરાવાઈ છે. જેથી આ અને આવા પ્રકારના તીર્થોને તીર્થરૂપે સમજવા તે ખ્યાલ આવે - ઉપદેશ કલ્પવલ્લી ગ્રંથમાં તીર્થની સમજ આપવા નામ પાડીને કહ્યું છે કે, શત્રુંજય ગિરનાર, સમેતશિખર, આબુ તારંગાજી, દેલવાડ, રાણકપુર, રાજગૃહી, પાવાપુરી આદિ તીર્થોની યાત્રા કરવી. – પ્રતિક્રમણ સૂત્રોમાં આવતા તીર્થોના નામ૦ જગચિંતામણિ સૂત્ર-શત્રુંજય ગિરનાર, ભરુચ, મથુર, સાંચોર, ૦ સકલતીર્થ :- સમેતશીખર, અષ્ટાપદ, વિમલાચલ, ગિરનાર, આબુ, શંખેશ્વર, કેસરિયાજી, તારંગા, અંતરીક્ષ, વરતાણા, જીરાવલા, સ્થંભન. ૦ સકલાર્ડતુ:- અષ્ટાપદ, ગજપદ, સમેતશિખર, ગિરનાર, શત્રુંજય, માંડવગઢ, વૈભારગિરિ, કનકાચલ, અર્બુદગિરિ, ચિત્તોડગઢ ઇત્યાદિ.

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321