Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 319
________________ ૩૧૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ – વિવે - બિંબ, પ્રતિમા, મૂર્તિ - હરિભદ્રસૂરિજી “પંચાશક ગ્રંથમાં જણાવે છે કે, “શ્રી જિનેશ્વરદેવો ગુણોના પ્રકરૂપ છે, એટલે તેમનાં બિંબ અર્થાત્ પ્રતિમાનું દર્શન પણ શુભ છે, સુખ કરનારું છું, તે પ્રતિમાજીનું નિર્માણ કરાવવાથી આપણા આત્મા ઉપર મોટો ઉપકાર થાય છે. – પ્રતિમાજીના બે ભેદ છે (૧) શાશ્વત અને (૨) અશાશ્વત. – શાશ્વત પ્રતિમાજીની ત્રણે લોકમાં જે સંખ્યા છે તેનું વર્ણન તેના સ્થાનસહિત સૂત્ર-૧૧ “નાવિંતામણિ' માં થઈ ગયેલ છે. - જે અશાશ્વત તીર્થ છે તેમાં રહેલી કે અન્ય અશાશ્વત પ્રતિમાજીનું ગ્રહણ પણ આ સૂત્રથી કરવાનું છે. કેમકે અહીં પદ મૂકેલ છે ‘નારૂં વિવિંવાડું - તેથી જે કોઈપણ જિનેશ્વર પ્રતિમાજી હોય તે સર્વે પ્રતિમાજીને અર્થાત્ જિનપ્રતિમા માત્રને આપણે વંદના કરવાની છે. ૦ અહીં “જિન” શબ્દનું ગ્રહણ કેમ કર્યું? – બિન શબ્દના ગ્રહણથી બે બાબતો સ્પષ્ટ થાય છે– (૧) જે પ્રતિમાજીને વંદન કરવાનું છે તે ‘બિન' અર્થાત્ જિનેશ્વપરમાત્મા તીર્થકર ભગવંતની જ પ્રતિમા હોવી જોઈએ. અન્ય કોઈ દેવ-દેવીની કે મિથ્યામતિના માનેલા ભગવંતોની પ્રતિમાને વંદના કરવાનું અહીં અભિપ્રેત કે ઇષ્ટ નથી. (૨) જિનપ્રતિમા શબ્દનો સંદર્ભ શાશ્વપ્રતિમાજીના અનુસંધાને વધુ મહત્ત્વનો છે. કેમકે શાશ્વત જિનપ્રતિમાનું જે વર્ણન રાયપૂસણીય, જીવાજીવાભિગમ, જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોમાં આવે છે. તે મુજબ પ્રત્યેક શાશ્વત જિનપ્રતિમા સાથે બીજી પરિવારરૂપ પ્રતિમા હોય છે. તે આ પ્રમાણે – જિનપ્રતિમાની પાછળ એક છત્રધારી પ્રતિમા હોય છે, તેની બંને બાજુ એક-એક ચામરધારી પ્રતિમા હોય છે. સન્મુખ વિનયપૂર્વક નમીને રહેલી ભૂત, યક્ષ, નાગ, કુડધરની બન્ને પ્રતિમા હોય છે. જ્યારે શાશ્વત પ્રતિમાની વંદના કરવાની વાત આવે ત્યારે આ બધી પરિવારીય પ્રતિમા પણ શાશ્વત તો છે જ. તો શું તેને પણ વંદના કરવાની ? ના. માત્ર જિનેશ્વરની જ પ્રતિમાઓને વંદના કરવાની હોવાથી અહીં ક્લિન' શબ્દ સાર્થક જ છે. • તારું સારું વંલામ - તે સર્વેને હું વંદન કરું છું. - આ પદોનો સંબંધ પૂર્વ પદો સાથે છે. (સ્વર્ગ પાતાળ કે તીછલોકમાં જે કોઈ પણ તીર્થ હોય અને ત્યાં જેટલા) જિનેશ્વર દેવની પ્રતિમા હોય-તે સર્વેને હું વંદન કરું છું. 1 વિશેષ કથન : – આગમોમાં એક વાક્ય અનેક સ્થાને આવે છે – “અહીં રહેલો એવો હું ત્યાં રહેલા પરમાત્માને-ભગવંતને વંદના કરું છું.” – આ જ ભાવને આ સૂત્ર થકી વિચારવાનો છે – અહીં રહેલો એવો હું ત્યાં સ્વર્ગ પાતાળ, તીર્થાલોકમાં રહેલા અર્થાત્ ઉર્ધ્વ અધો, તીર્થાલોકમાં રહેલા સર્વે જિનપ્રતિમાજીને વંદન કરું છું. – પૂર્વે નચિંતામણિ સૂત્રમાં જણાવ્યા અનુસાર કેટલીક પ્રાચીન પ્રતોમાં જેવી

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321