Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 317
________________ ૩૧૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ • સ - સ્વર્ગમાં, દેવલોકમાં. (ઉર્વીલોકમાં રહેલા સ્વર્ગોમાં) – આ શબ્દનો સંબંધ “તીર્થ સાથે છે. “સ્વર્ગમાં રહેલ શાશ્વત ચૈત્યો' બધાં જ તીર્થ કહેવાય તેની વંદના કરવાની છે. – નો શબ્દ માગુલે પછી મૂકાયેલ છે. છતાં અર્થની દૃષ્ટિએ તેને સ્વર્ગ સાથે જોડીને સ્વર્ગલોક-દેવલોકમાં એમ પણ કહી શકાય - દેવોના મુખ્ય ચાર ભેદ છે. (૧) ભવનપતિ, (૨) વાણવ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. તેમાંથી જ્યારે “સ્વર્ગની વાત આવે ત્યારે માત્ર વૈમાનિક દેવોનું કથન છે, તેમજ સમજવું. – નચિંતામણિ સૂત્ર થકી શાશ્વત ચૈત્યોની સંખ્યા અને કયા દેવલોકમાં કેટલા ચૈત્યો છે, તેનું વર્ગીકરણ કરાયેલ જ છે. તો પણ અહીં તીર્થ માત્રનું વંદન કરવા માટે સ્વર્ગમાં રહેલા સર્વે તીર્થ એવું ઉચ્ચારણ કરેલ છે. તે સકારણ છે. શંખેશ્વર પાર્શ્વનાથ સંબંધી જે કલ્પ મળે છે. તેમાં જૂ થયેલ કથાનક મુજબ આષાઢી શ્રાવકે ગત ચોવીસીમાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ભરાવેલી તે ઉર્ધ્વલોકમાં પણ ગઈ અને અધોલોકમાં પણ ગયેલી. પછી જ્યારે જરાસંધ અને કૃષ્ણ વાસુદેવનું યુદ્ધ થયું ત્યારે શ્રી નેમિનાથ ભગવંત પણ ગૃહસ્થાવસ્થામાં હતા. જરાસંધે જરા નામની વિદ્યાનો પ્રયોગ કૃષ્ણ વાસુદેવના સૈન્ય પર કર્યો બધાં યાદવ આદિ “જરા’ વૃદ્ધત્વનો ભોગ બની ગયા. એ સમયે શ્રી નેમિનાથે કૃષ્ણ વાસુદેવને ચિંધેલ માર્ગ મુજબ કૃષ્ણ વાસુદેવે અઠમ તપ કર્યો. ધરણેન્દ્ર પ્રસન્ન થયા, બીજા મતે પદ્માવતી પ્રસન્ન થયા. અધોલોકમાં રહેલી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા લાવીને આપી આ પ્રતિમાના હવણ જલથી યાદવ (આદિ)ની ‘જરાનું નિવારણ કર્યું. જરાસંધની વિદ્યાને નિષ્ફળ બનાવી આ દૃષ્ટાંતમાં મહત્ત્વની વાત એટલી જ કે અશાશ્વત પ્રતિમાજી પણ ઉર્ધ્વ કે અધોલોકમાં આ રીતે રહેલી હોય તો તેની વંદના આ સૂત્ર થકી થઈ જાય છે. તે કારણથી તીર્થ કે પ્રતિમા માત્રને વંદન કરવાનું આ સૂત્ર જણાવે છે. માટે માત્ર શાશ્વત ચૈત્ય કે શાશ્વત પ્રતિમાજી ન કહેતા “જે કોઈ પણ તીર્થ અને સર્વ કોઈ પ્રતિમા' એમ સૂત્રમાં લખ્યું ૦ સ્વર્ગવિલોક કેટલા અને કયા કયા? આ પ્રશ્નોનો ઉત્તર ઠાણાંગ સૂત્ર-૯૭, ભગવતીજી સૂત્ર-૨૬૮થી, નાયાધમ્મકહાઅધ્યયન-૮, ઉવવાઈ સૂત્ર-૨૬, જીવાજીવાભિગમ સૂત્ર-૩૨૪, પન્નવણા સૂત્ર-૨૨૭થી, અનુયોગ દ્વાર સૂત્ર-૨૨, આવશ્યક નિર્યુક્તિ, તત્ત્વાર્થ સૂત્ર ઇત્યાદિ અનેક સ્થાને તેનું વર્ણન આવે છે, તે મુજબ– સૌધર્મ, ઇશાન, સાનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આર, અશ્રુત, એ બાર દેવલોક પછી નવ રૈવેયક, પછી વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તર વિમાનો એમ કુલ (૧૨ + ૯ + ૫) ૨૬ સ્થાનો થાય છે. આ છવ્વીસ સ્થાનોમાં રહેલા જે કોઈપણ તીર્થ હોય તેને સ્વર્ગમાં રહેલા

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321