Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 318
________________ જંકિંચિ' સૂત્ર ૩૧૭ (ઉર્ધ્વલોકના) તીર્થો (ચૈત્યો) કહેવાય છે. તેની વંદના કરવાની છે. • પાયાત્તિ - પાતાળે, પાતાળમાં, ભવનપતિના આવાસોમાં. – પાતાળ એટલે (તીર્થાલોકરૂ૫) પૃથ્વી નીચેનો ભાગ જેને અધોલોક કહે છે. - પતિ સાથે નો જોડીને પાતાળલોક' પણ કહી શકાય. - અહીં પાતાળ લોકમાં તીર્થાલોકની નીચે અધોલોકમાં આવેલા વ્યંતર અને વાણવ્યંતરના આવાસો તથા તેની નીચે (રત્નપ્રભા પૃથ્વીમાં) આવેલ ભવનપતિના ભવનોને જ લક્ષમાં લેવાના છે. કેમકે શાશ્વત ચૈત્યો તથા પ્રતિમાજી ત્યાં જ હોય છે. – વ્યંતરના આવાસોમાં રહેલા અસંખ્યાત જિનચૈત્યો અને જિનપ્રતિમાજીની વંદના આ સૂત્રથી થાય છે. – ભવનપતિના ભવનોમાં રહેલા જિનચૈત્યો અને જિનપ્રતિમાજીની પણ વંદના આ સૂત્રથી થાય છે. (જેની સંખ્યા નચિંતામણિ સૂત્રમાં જણાવી જ છે.) – તે સિવાય જેમ ઉર્ધ્વલોકના વિવરણમાં જણાવ્યું તેમ (શંખેશ્વર) પાર્શ્વનાથના પ્રતિમાજી માફક કોઈ અશાશ્વત જિનપ્રતિમાજી હોય તેને પણ વંદના આ સૂત્રથી થાય છે (જે વંદના નચિંતામણિ સૂત્રમાં કરાઈ ન હતી.) - વ્યંતર અને ભવનપતિ પણ દેવો જ છે. દેવોના ચાર ભેદોમાં આ બંને ભેદોનો સમાવેશ થાય છે. ભવનપતિના દશ ભેદ છે. તેમના આવાસો પણ દશ પ્રકારે છે, જેનો ઉલ્લેખ સૂત્ર-૧૧ ‘ચિંતામા' માં કરેલ છે. • માપુરે તપ - મનુષ્ય લોકમાં. – શબ્દશઃ અર્થ મનુષ્યલોકમાં થાય, પણ અહીં તીર્થાલોકમાં એવો અર્થ સ્વીકારવો પડશે. કેમકે જો “મનુષ્યલોક' એવો જ અર્થ સ્વીકારીએ તો મનુષ્યલોક અથવા અઢીદ્વીપમાં ૩૧૮૩ શાશ્વત જિનાલયો છે. તે સિવાય નંદીશ્વર હીપે-પર, ત્યાં આવેલ રાજધાનીના-૧૬, કુંડલ હીપના-૪ અને રૂચકહીપના-૪ એમ કુલ-૭૬ જિનાલયોનો સમાવેશ થઈ શકશે નહીં. – હવે જો ‘વં હિંવિ' જે કોઈ પણ તીર્થ હોય તે સર્વેને વંદના કરવાની હોય તો આ૭૬ જિનાલયોની વંદના કઈ રીતે થાય ? માટે મનુષ્યલોકનો અર્થ અહીં “તીર્થાલોક' જ સ્વીકારવો પડે. - મનુષ્યલોકમાં શાશ્વત ચૈત્યો ૩૨૫૯ છે. તે તો તીર્થ સ્વરૂપ છે જ. પણ, સાથે સાથે અશાશ્વત તીર્થોની વંદના પણ કરવાની છે. અહીં વિવેચનમાં તીર્થ” શબ્દમાં અશાશ્વત તીર્થોની ઝાંખી કરાવેલ છે. તે અને તેવા પ્રકારના સર્વે અશાશ્વત તીર્થોનું ગ્રહણ પણ આ સૂત્રથી થાય છે. - જ્યોતિષ્કના અસંખ્યાત શાશ્વત ચૈત્યો પણ અહીં ગ્રહણ કરવા. • ગાવું નિર્વિવાદું – જેટલા જિનબિંબો - જિનપ્રતિમાઓ (હોય) – તીર્થ વંદના પછી આ શ્લોકાર્ધમાં જિનપ્રતિમાની વંદના કરવા માટેનું પૂર્વ પદ મૂક્યું – “જે કોઈ જિનપ્રતિમાજી હોય..” – વિના – જિન, જિનેશ્વર. (આ પદની વ્યાખ્યા “લોગસ્સ'માં થઈ છે.)

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321