Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 314
________________ જગચિંતામણિ સૂત્ર-વિશેષ કથન ૩૧૩ તિત્ય શબ્દ નામ સાથે લઈએ તો નામરૂપ કે નામમાત્રથી પ્રસિદ્ધ કોઈપણ તીર્થ એવો અર્થ કરાય છે. તિત્વ શબ્દના સ્થાવર અને જંગમ એવા બે ભેદો છે. જેમાં જંગમતીર્થ એટલે આચાર્યાદિ મુનિવરોની ગણના થાય છે. પણ સમગ્ર સૂત્રનો ભાવ જોતા અને સાથે મૂકાયેલ ‘ખારૂં નિવિવારૂં' પદોને વિચારતા અહીં માત્ર સ્થાવર તીર્થની ગણના જ ઇષ્ટ છે તેમ કહી શકાય. – સ્થાવર તીર્થની વિચારણા કરીએ તો તેમાં ઘણા ભેદોનો ઉલ્લેખ કરીને આ પદ સમજવું-વિચારવું જરૂરી બનશે. જેમકે– (૧) સૂત્રમાં જ નિર્દિષ્ટ સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા તીર્થોનો અત્રે સમાવેશ થઈ જશે. (૨) સૂત્રમાં શાશ્વત કે અશાશ્ર્વતની કોઈ સ્પષ્ટતા ન હોવાથી આ બંને પ્રકારના તીર્થોની વંદના આ સૂત્ર દ્વારા કરાઈ છે. તેમ માનવું પડશે. (૩) શાશ્વત તીર્થોની સંખ્યા અને કથન તો નચિંતામણિ’ સૂત્ર-૧૧માં કરેલું જ છે. તેથી તે બધાં તીર્થોના વિવરણની આવશ્યકતા નથી. વળી જે શાશ્વતરૂપે રહેલા જિનચૈત્યો છે, તે બધાં તો તીર્થરૂપ છે જ, તે નિઃશંક છે. (૪) અશાશ્વત તીર્થો કે જેની સ્થાપના કરાયેલ છે. તેમાં કોને ગણવા ? તેની સંપૂર્ણ યાદી બનાવવી તો મૂશ્કેલ છે, પણ કેટલાંકને નામને આધારે અને કેટલાંકને લક્ષણોને આધારે જરૂર ઓળખાવી શકાય છે. જેમકે તીર્થંકર પરમાત્માના જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ આદિ કલ્યાણકોની ભૂમિ તેમજ તેમની વિહારભૂમિ અને વિશિષ્ટ પ્રસંગોની ભૂમિઓ અનેક ભવ્ય જીવોને શુભ ભાવ ઉત્પન્ન કરાવનારી હોવાથી તીર્થ કહેવાય છે. તીર્થંકરોની કલ્યાણક ભૂમિ (ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના સંદર્ભે ) આ ભરતની વર્તમાન ચોવીસીમાં ચોવીસે તીર્થંકરના પાંચ-પાંચ કલ્યાણકોની ગણના કરીએ તો ૧૨૦ કલ્યાણકો થાય. આ ૧૨૦ કલ્યાણકો ૨૩ ભૂમિમાં થયા છે. જે બધી જ તીર્થભૂમિ છે. (૧૨૦ કલ્યાણક ભૂમિની ગણના−) ૧. ૨૦ કલ્યાણકોવાળી ભૂમિ-૧ ૨. ૧૯-કલ્યાણકોવાળી ભૂમિ-૧ સમ્મેત શીખરજી અયોધ્યા (અયોધ્યા, કૌશલ્યા, વિનિતા ત્રણે એક નગરીના જ નામ છે.) - ૩. ૧૨-કલ્યાણકોવાળી ભૂમિ-૧ ૪. ૮-કલ્યાણકોવાળી ભૂમિ-૨ ૫. ૫-કલ્યાણકોવાળી ભૂમિ-૧ ૫. ૪-કલ્યાણકોવાળી ભૂમિ-૯ અને રાજગૃહી–) હસ્તિનાપુર વાણારસી, મિથિલા ચંપાપુરી કલ્યા. ૧૨ કલ્યા. ૧૬ કલ્યા. પ ૯ × ૪ = કલ્યા. ૩૬ (સાવત્થી, કૌસાંબી, ચંદ્રપુરી, કાકંદિ, ભદ્દીલપુર, સિંહપુરી, કંપીલપુર, રત્નપુરી ગિરનાર ૬. ૩-કલ્યાણકોવાળી ભૂમિ-૧ કલ્યા.૨૦ કલ્યા. ૧૯ કલ્યા. ૩

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321