________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
શ્લોક-૫૬૪ થી ૫૮૮ જોઈ શકો છો.)
(૯) બાહ્ય (રત્નના) ગઢ મધ્યે રહેલ મણિપીઠિકા જે-તે અરિહંતની ઊંચાઈ જેટલી ઊંચી, ચાર દ્વારવાળી અને ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથીયા વાળી હોય છે – ઇત્યાદિ... ઇત્યાદિ...
૫૬
સમવસરણમાં અરિહંત :
આ પ્રમાણે દેવ નિષ્પાદિત સમવસરણમાં અરિહંત પ્રવેશ કરવા ચાલે છે, ત્યારે તે વખતે દેવતાએ વિકુર્વેલ સહસ્રપાંદડીવાળા, મૃદુ અને કોમળ સુવર્ણકમળ ઉપર પગ મૂકતા ચાલે છે. જેમાં બે કમળ પર અરિહંત પગ મૂકે છે. બીજા સાત કમળો અરિહંતની આગળ-પાછળ સંચરે છે. અરિહંત પૂર્વ દ્વારેથી પ્રવેશ કરે છે. પછી ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરીને તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખે સિંહાસન પર
બિરાજે છે.
―
ત્યારપછી બાકીના ત્રણ દિશામાં વ્યંતરો રત્નના ત્રણ સિંહાસન ઉપર ભગવંતના ત્રણ પ્રતિબિંબો વિકુર્વે છે. જે ભગવંતના શરીર પ્રમાણ હોય છે. ત્યાં બંને બાજુ ચામર વિંઝનારા, પાછળ છત્રધારક અને ધર્મચક્ર પણ હોય છે. આ ત્રણે પ્રતિબિંબ અરિહંતના પ્રભાવથી અરિહંત સટ્ટશ લાગે છે. જેથી બીજા દેવ આદિને એમ લાગે છે કે અરિહંત અમારી સન્મુખ જ ધર્મકથન કરી રહ્યા છે. (પહેલા સમવસરણ સિવાય) અરિહંતના ચરણ પાસે એક ગણધર અવશ્ય બેસે છે. તે ગણધર જ્યેષ્ઠ ગણધર કે અન્ય કોઈ ગણધર હોઈ શકે છે. પ્રાયઃ જ્યેષ્ઠ ગણધર જ હોય છે. અન્ય ગણધરો અગ્નિખૂણામાં બહુ દૂર નહીં તેમ બહુ નજીક નહીં તે રીતે અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને બેસે છે.
અરિહંત પરમાત્માના મસ્તકની ફરતું ભામંડલ પ્રગટ થાય છે. જેની પાસે સૂર્યમંડળ પણ ખદ્યોતુ જેવું લાગે છે. ચારે દિશાને શબ્દાયમાન કરતી મેઘધ્વનિ સમ ગંભીર દુંદુભિ આકાશમાં વાગે છે. અરિહંત સમીપે એક રત્નમય ધ્વજ હોય છે. (બીજા મતે ચારે તરફ એક-એક ધ્વજ હોય છે.) સમવસરણમાં બાર પર્ષદા :
પહેલા ગણધર પૂર્વદ્વારેથી પ્રવેશ કરી, અરિહંત પરમાત્માને ત્રણ વખત વંદન કરી, અગ્નિખૂણામાં બેસે છે. પછી બાકીના ગણધરો પણ એ જ રીતે પ્રવેશ કરે છે. ત્યારપછી કેવલી ભગવંતો પૂર્વ દ્વારેથી પ્રવેશી, અરિહંતને ત્રણ પ્રદક્ષિણા આપી, તીર્થંકર તથા તીર્થને નમસ્કાર કરી ગણધરોની પાછળ બેસે છે.
ત્યારપછી બાકીના અતિશયધારી શ્રમણો ક્રમશઃ મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી, નવ પૂર્વી ઇત્યાદિ, લબ્ધિધર શ્રમણો, સામાન્ય શ્રમણો, પૂર્વ દ્વારેથી પ્રવેશ કરી, અરિહંતને પ્રદક્ષિણા દઈ, વંદન કરી, તીર્થને, કેવલીને નમસ્કાર કરીને, અતિશયધારીને નમસ્કાર કરીને કેવલીની પાછળ પાછળ અનુક્રમે બેસે છે. એ રીતે અગ્નિ ખૂણામાં શ્રમણોની પ્રથમ પર્ષદા બેસે છે.
ત્યારપછી પૂર્વ દ્વારેથી જ વૈમાનિકની દેવી પ્રવેશે છે. અરિહંતને પ્રદક્ષિણા દઈ,