Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 293
________________ ૨૯૨ પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ હોય કે અન્ય દ્રવ્ય હોય, સર્વે દ્રવ્યોના સર્વેભાવો અર્થાત્ પર્યાયો અનંત હોય છે, વારંવાર પલટાતા પણ રહે છે. – જિનેશ્વર પરમાત્માને માટે સૂત્ર-૧૩ નમુત્થણ' સૂત્રમાં બે વિશેષણ વપરાયેલા છે - સવ્વકૂપ - સવ્વરલી - અર્થાત્ સર્વજ્ઞ અને સર્વદર્શી. તેઓ બધું જાણે છે માટે સર્વજ્ઞ કહેવાય છે, બધું જુએ છે માટે સર્વદર્શી કહેવાય છે. આ જ વિશેષણો તેમના નામાવવા વિશેષણને પણ સમજવામાં ઉપયોગી છે. કેમકે જિનેશ્વર પરમાત્મા સર્વજ્ઞ-સર્વદર્શી હોવાથી જગતુના સર્વે દ્રવ્યોના સર્વે ભાવો-પર્યાયોને બરાબર જાણે છે તેમજ તેનું પ્રકાશન અર્થાત્ કથન પણ કરી શકે છે. તેથી તેઓને નામાવવિશ્વમાં કહેવાય છે. • અઠાવય-સંઠવિય-વ- અષ્ટાપદ પર જેમની પ્રતિમાઓ સ્થાપન થયેલી છે તેવા. (ચોવીસ તીર્થકરો) – આ ચોવીસીના પ્રથમ તીર્થકર ઋષભદેવ પરમાત્મા પોતાનો મોક્ષગમન કાળ નિકટ આવેલો જાણીને ૧૦,૦૦૦ મુનિવરો સાથે અષ્ટાપદ પર્વત ગયા. ત્યાં પાદપોપગમન અનશન કરીને નિર્વાણપદને પ્રાપ્ત થયા હતા. જ્યારે ભગવંત ઋષભનું નિર્વાણ થયું ત્યારે ભરત ચક્રવર્તી પણ દુઃખ સંતપ્ત હૃદયે પગે ચાલતો જ અષ્ટાપદ પર્વતે ગયો હતો. ત્યાં ભરતે એક જિનાલયનું નિર્માણ કરાવેલું હતું તે આ પ્રમાણે ભરત ચક્રવર્તીએ પોતાના વર્ધકીરત્નને એક યોજન લાંબુ, ત્રણ ગાઉ ઊંચુ સિંનિષદ્યા આકારનું એક જિનાલય નિર્માણ કરવા કહ્યું. જેમાં ૧૦૦ સ્તંભો મૂકાવ્યા, પછી સુંદર જિનાલયનું નિર્માણ કરાવ્યું. તે જિનાલયમાં ભારતે તીર્થકરના સ્વસ્વ વર્ણપ્રમાણ યુક્ત એવા ચોવીશ તીર્થકર ભગવંતોની પ્રતિમા સ્થાપવાનું નક્કી કર્યું. તેણે જિનાલયની ચારે દિશામાં એક-એક વાર મૂકાવ્યું. ત્યાં ચૈત્યસ્તૂપ, મણિપીઠિકા, અષ્ટમંગલ, ચંદન કળશો, મુખ મંડપ, પ્રેક્ષાગૃહ, સિંહાસન ઇત્યાદિ બધાનું નિર્માણ શાશ્વત ચૈત્યોમાં હોય તેવી રીતે કરાવ્યું. ત્યાં ઋષભ આદિ ચોવીસે જિનવરોની પ્રતિમાને તેમના-તેમના શરીરના વર્ણ (માન) પ્રમાણે ત્યાં સ્થાપન કરી જેમાં દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ દિશામાં આઠ, ઉત્તર દિશામાં દશ અને પૂર્વ દિશામાં બે, એ રીતે ચોવીસે ભગવંતોની પ્રતિમાઓને સ્થાપના કરી. આ ચાર, આઠ, દશ, બે નો અંક સૂત્ર-૨૩ સિદ્ધાણંબુદ્ધાણંમાં ગાથા-પમાં વસ્તાર 1 ટન હોય વહિયા નિખરી વડવ્વીસં' એવા શબ્દોથી રજૂ થયેલ છે. તીર્થની રચના બાદ આ તીર્થના રક્ષણ માટે ભરત ચક્રવર્તીએ દંડવત્ન વડે અષ્ટાપદ પર્વતને છેદીને એક-એક યોજનનું એક એવા આઠ પગથીયા બનાવ્યા. લોઢાના યંત્રપુરુષનો દ્વારપાલ બનાવ્યો. ત્યાં પૂજા, મહોત્સવ આદિ કરી સ્વસ્થાને પાછો ફર્યો. ૦ પટ્ટવિય - અષ્ટાપદ. આ પર્વતનું નામ અષ્ટાપદ હતું તેમ ભગવંત ઋષભ ત્યાં પધાર્યા અને અનશન કર્યું તેમ કહ્યું. ત્યાં પણ બતાવેલ છે જ. બીજા મતે ભરતે તીર્થ સ્થાપના કર્યા પછી ત્યાં જવા માટે એક-એક યોજનના આઠ પગથીયા બનાવ્યા માટે તે અષ્ટાપરૂપે પ્રસિદ્ધ થયું છે.

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321