Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 296
________________ ૨૯૫ જગચિંતામણિ સૂત્ર-વિવેચન અર્થની દૃષ્ટિએ તેમાં કોઈ ફર્ક પડતો નથી. • પથિ -સાસણ - અપ્રતિહત કે અખંડિત શાસનવાળા ૦ સપડાય - એટલે અપ્રતિહત, અખ્ખલિત, અખંડિત, અબાધિત, અવિસંવાદી, વિરોધરહિત ઇત્યાદિ અર્થો થાય છે. ૦ શાસન - શાસન, આઇ, પ્રવચન, ઉપદેશ ઇત્યાદિ. -૦- આ રીતે પ્રથમ ગાથામાં જગચિંતામણિ આદિ વિશેષણોથી યુક્ત એવા ચોવીસે જિનવરો તમે જય પામો. એમ કહીને ચોવીસ જિનની સ્તુતિ કરી, હવે બીજી ગાથામાં વિહરમાન આદિ તીર્થકરો-કેવળી-મુનિની સંખ્યા જણાવી તેમની પ્રભાતે સ્તુતિ કરીએ છીએ' એવું કથન કરાયેલ છે. • કમ્પભૂમિહિં કમભૂમિëિ – જ્યાં કર્મ વર્તે છે, તેવી કર્મભૂમિમાં – બે વખત ભૂમિ શબ્દ છે, તેમાં પહેલો ઝ્મભૂમિ - જ્યાં અસિ, મસિ અને કૃષિ રૂપ કર્મ વર્તે છે તેવી ભૂમિ એવો અર્થ ધરાવે છે. જ્યારે બીજી વખત ગ્નમૂન શબ્દ ‘કર્મભૂમિ'રૂપ ૧૭૦ ક્ષેત્રોનો અર્થ ધરાવે છે. તે આ પ્રમાણે – પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ ક્ષેત્રો એ પંદર કર્મભૂમિ કહેવાય છે. પણ પ્રત્યેક મહાવિદેહમાં ૩૨-૩૨ વિજયો આવેલી છે. તેથી કુલ ૧૬૦ વિજયો, ૫ ભરત, ૫ ઐરાવત મળીને કુલ ૧૭૦ કર્મભૂમિ ક્ષેત્રો થાય છે. આ ૧૭૦ ક્ષેત્રોમાં જ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ આદિ ઉત્તમ પુરુષો થાય છે. – પાઠભેદ :- કેટલીક પ્રાચીન પ્રતોમાં એક જ વખત મ્મમૂહિં નો પાઠ જોવા મળે છે. અમે પરંપરાને અનુસરીને બે વખતનો પાઠ નોંધેલ છે. – મૂનિ – જે ભૂમિમાં કૃષિ, વાણિજ્ય, તપ, સંયમ, અનુષ્ઠાન આદિ કર્મો પ્રધાન હોય તે કર્મભૂમિ' કહેવાય છે. અથવા મોક્ષમાર્ગને જાણનારા અને પ્રકાશનારા તીર્થકરો જ્યાં જન્મ લે છે તે કર્મભૂમિ કહેવાય છે. અથવા અસિ (હથિયાર, અસ્ત્ર, શસ્ત્ર), મસિ (લેખ, શાહી આદિ) અને કૃષિ (ખેતી) રૂ૫ કર્મથી જ્યાં વ્યવહાર ચાલતો હોય તે કર્મભૂમિ કહેવાય છે. – જીવાજીવાભિગમ, પન્નવણા, ભગવતીજી ઇત્યાદિ આગમોમાં તથા અનેક ગ્રંથોમાં કર્મભૂમિ, અકર્મભૂમિનો ઉલ્લેખ મળે છે– કર્મભૂમિઓ પંદર કહી છે – (૧) પાંચ ભરત, (૨) પાંચ ઐરાવત, (૩) પાંચ મહાવિદેહ. તેમાં જંબૂઢીપ નામક દ્વીપમાં ૧-ભરત, ૧-ઐરાવત અને ૧-મહાવિદેડ ક્ષેત્ર છે, ધાતકી ખંડ નામના દ્વીપમાં ૨-ભરત, ૨-ઐરાવત અને ૨-મહાવિદેહ છે અને અર્ધ પુષ્કરવરતીપમાં પણ ૨-ભરત, ૨-ઐરાવત અને ૨-મહાવિદેહ ક્ષેત્રો આવેલા છે. અકર્મભૂમિઓ (જે કર્મભૂમિ નથી તે) ૩૦ કહી છે. તે મુજબ પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રખ્ય વર્ષ, પાંચ દેવકુર અને પાંચ ઉત્તરકુરુ. આ ત્રીશ અકર્મભૂમિમાં યુગલિકનો આચાર પ્રવર્તે છે. આ ભૂમિમાં તીર્થકર આદિ ઉત્તમ પુરુષો જન્મતા નથી. • પઢમ સંઘણિ – પ્રથમ સંઘયણવાળા.

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321