Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 309
________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ – ચૈત્યવંદન મહાભાષ્યમાં ચૈત્યવંદનનો અર્થ કરતા જણાવે છે કે, ભાવજિન આદિ સર્વે જિનેશ્વરોને વંદન કરવું, તે ‘વંદના’ છે. પણ જિન-ચૈત્યોની સમક્ષ જે વંદના કરાય છે, તે ચૈત્ય વંદના કહેવાય છે. ૦ ચૈત્યવંદનની મહત્તા : ૩૦૮ લલિત વિસ્તરામાં જણાવે છે કે, ‘ચૈત્યવંન સમ્યક્ પ્રકારે કરવાથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે, શુભ ભાવથી કર્મોનો ક્ષય થાય છે અને કર્મોનો ક્ષય થવાથી સર્વ પ્રકારનું કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત થાય છે. ચૈત્યવંદનથી દર્શન વિશુદ્ધિની પ્રાપ્તિ થાય છે. ૦ ચૈત્યવંદનના ત્રણ ભેદ : - - (૧) લઘુ ચૈત્યવંદન - (વર્તમાન પ્રણાલિ મુજબ) સ્તુતિ બોલી, અરિહંત ચેઇયાણ પૂર્વક-૧ નવકારનો કાયોત્સર્ગ કરી, થોય બોલવી. (૨) મધ્યમ ચૈત્યવંદન - (વર્તમાન પ્રણાલિ મુજબ) ઇરિયાવહી પડિક્કમી, ત્રણ ખમાસમણ પૂર્વક ચૈત્યવંદનનો આદેશ માંગી, ચૈત્યવંદન, જંકિંચિ, નમુન્થુણં, જાવંતિ, ખમાસમણ, જાવંત-બોલી નમોઽર્હત્ પૂર્વક સ્તવન બોલી, જયવીયરાય, અરિહંત ચેઇયાણું, અન્નત્થ, કાયોત્સર્ગ, થોય બોલવી. - (૩) બૃહદ્ ચૈત્યવંદન – બે વખત થોય ચતુષ્ક, ત્રણ વખત ચૈત્યવંદન, એક વખતના સ્તવન સહ આ વિધિ કરાય છે. ૦ જગચિંતામણિ દૈનિક ક્રિયામાં ક્યારે બોલાય છે ? – રાત્રિ પ્રતિક્રમણમાં ચૈત્યવંદનમાં નિત્ય આ સૂત્ર બોલાય છે. - - પચ્ચક્ખાણ પારવાની ક્રિયામાં ચૈત્યવંદન કરતા પણ બોલાય છે. વાપર્યા પછી કરવામાં આવતા ચૈત્યવંદનમાં પણ બોલાય છે. -૦- આ રીતે સાધુ-સાધ્વીને આશ્રીને ત્રણ વખત આ ચૈત્યવંદન સૂત્ર રોજ ક્રિયામાં આવે છે. શ્રાવકો જો પૌષધાદિ વ્રતમાં હોય તો તેઓ પણ ત્રણ વખત બોલે છે. અથવા નિત્ય રાત્રિ પ્રતિક્રમણ કરનાર શ્રાવક આ સૂત્ર બોલે છે. શ્રાવકોએ કોઈ પણ તપમાં પચ્ચક્ખાણ પારવાની ક્રિયા કરવાની હોય છે તે વખતે તેઓને આ સૂત્ર બોલવામાં આવે છે. ૦ આ સૂત્રમાં આવતા છંદો : આ સૂત્રની પહેલી ગાથા નચિંતામણિ રોલા છંદમાં છે. ગાથા બીજી - છંદમાં છે. છંદમાં છે. મ્નમૂમિહિઁ અને ગાથા ત્રીજી નયસાનિય॰ એ બંને વસ્તુ ગાથા ત્રીજી સત્તાળવર્॰ અને ગાથા ચોથી પત્રરસ જોડિ એ બંને પાર્ટી ૦ સૂત્રના ઉદ્ભવ અંગે તથા પાઠભેદો સંબંધી કિંચિત્ – વિક્રમ સંવત ૧૭૫૧માં શ્રી જિનવિજયજીએ રચેલ ષડાવશ્યક બાલાવબોધમાં સિદ્ધસ્તવની ચત્તરિ બટ્ટુ વત તો ઞ ગાથાના વિવરણ પ્રસંગે નોંધ્યુ છે કે, ગૌતમ

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321