Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 310
________________ જગચિંતામણિ સૂત્ર-વિવેચન ૩૦૯ સ્વામીજી જ્યારે ભગવંત મહાવીરના વચનાનુસાર અષ્ટાપદ તીર્થે વંદનાદિ કરવા ગયા, ત્યારે તેમણે આ ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે જિનબિંબોને જગચિંતામણિની પહેલી બે ગાથા વડે ચૈત્યવંદન કર્યું હતું. કવિરાજ પદ્મવિજયજી મહારાજે અષ્ટાપદ તીર્થનું સ્તવન બનાવ્યું છે. તેઓના સ્તવનમાં એવો નિર્દેશ કર્યો છે કે, “જગચિંતામણિ તિહાં કર્યું. મારા વહાલાજી રે.” આ પદ્ઘવિજયજી મહારાજ ઓગણીસમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા. તેઓના રચેલા ચોમાસી દેવવંદન આજે પણ પ્રસિદ્ધ છે. તે સિવાય પણ તેમની ભક્તિ રચનાઓ પ્રાપ્ત થાય છે. આટલી વિગતો પરથી નચિંતામળિ ની રચના ગૌતમ સ્વામીએ કરી હોવાની વાત લોકપ્રસિદ્ધ બની છે, તો પણ તે સંબંધે બે બાબતો વિચારણીય છે – (૧) કોઈ ઠોસ પુરાવો કે સાક્ષી પાઠનો ઉલ્લેખ અમારા જાણવામાં આવ્યો નથી કે આ શ્રી ગૌતમસ્વામીજી ગણધરની જ રચના છે. (૨) જો ગૌતમસ્વામીજીની રચના હોય તો પણ પાંચે ગાથાની રચના તેમની જ હોય તે વાત પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે. તે કાળની સાહિત્યરચના સંબંધી વાતોમાં આવો ઉલ્લેખ પ્રાપ્ત થતો હોવાની અન્યત્ર ક્યાંય નોંધ લેવાઈ નથી. વળી સાંચોર તીર્થની તે વખતે વિદ્યમાનતા હતી નહીં, જિનપ્રતિમાજી અને જિનચૈત્યની સંખ્યા વિષયે શ્રી રત્નશેખર સૂરિજી લઘુક્ષેત્રસમાસમાં જણાવે છે તે પ્રમાણે વિસંવાદ છે. તો વર્તમાનકાલીન આગમમાં પણ આ દરેક સ્થાને જિનચૈત્યો હોવાના ઉલ્લેખો મળતા નથી. આ બધી બાબતો વિચારતા આ ચૈત્યવંદન રચના ગણધર ગૌતમસ્વામીની જ છે કે કેમ ? જો તેમની જ રચના હોય તો પાંચે ગાથાઓ તેમની રચેલી છે કે પછી બે ગાથાની રચના તેમની છે અને બીજી ગાથાઓ પ્રક્ષેપિત થઈ છે કે કેમ ? એ બહુશ્રુતો જ કહી શકે કેમકે આ સૂત્રરચના વિશે નિશ્ચિત માહિતીનો અભાવ છે. – પ્રબોધ ટીકામાં સંવત ૧૨૯૬થી સંવત ૧૮૯૧ પર્યન્તની જુદી જુદી પોથી (હસ્તપ્રતો)ની જે નોંધ લેવાઈ છે, તેમાં આ સૂત્રમાં મહત્વના પાઠ ભેદોની નોંધ કરાઈ છે, જેમકે (૧) કેટલીક પોથીમાં 3 વિવિ સૂત્રનો ઉલ્લેખ આ સૂત્રની છઠી ગાથા સ્વરૂપે થયેલો છે. (૨) ઘીવર સૂત્ર સાવપૂરિ સંવત ૧૬૨લ્માં નચિંતામણિ અને નં વિવિ એ બે જ ગાથાનો ઉલ્લેખ છે. (3) પવિફર્યું સૂત્ર વનવિવીધ - રચયિતા તરુણપ્રભાચાર્ય સંવત-૧૪૧૧ તથા પંદરમાં સૈકાની જણાતી પ્રતિક્રમણૂરિ અને પ્રતિક્રમણ સૂત્રવિપૂરિ આ બંને પ્રતોમાં આ સૂત્રની બીજી, પહેલી અને છઠી ગાથા “નમસ્કાર' નામના સૂત્ર તરીકે ક્રમબદ્ધ કરાયેલી છે. (૪) પ્રતિક્રમણૂત્રો-પ્ર9િત સંવત ૧૫૭૩ અને શ્રાવક પ્રતિક્રમણ સૂત્રાર્થ એ બંને પ્રતોમાં પહેલી ત્રણ ગાથા જ છે, ચોથી પાંચમી ગાથા નથી.

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321