Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 307
________________ ३०६ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ૬૦ તે પ્રમાણે ૭,૭૨,૦૦,૦૦૦ છે. – આ પ્રત્યેક જિનાલયમાં ૧૮૦-૧૮૦ પ્રતિમાજીઓ છે. - તેથી ૭,૭૨,૦૦,૦૦૦ x ૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ પ્રતિમા થશે. ૦ ઉથ્વલોક અને અધોલોકના ૧૮૦ કે ૧૨૦ પ્રતિમાજી કઈ રીતે ? – બારે દેવલોક અને દશે ભવનોમાં ૧૮૦-૧૮૦ પ્રતિમાજી કહ્યા– (૧) પ્રત્યેક ચૈત્યના ગભારામાં ૧૦૮-૧૦૮ પ્રતિમાજી હોય – ૧૦૮ (૨) પ્રત્યેક ચૈત્યને ત્રણ-ત્રણ વાર હોય છે - કાર-૩ – એક એક હારે એક-એક ચૌમુખજી હોય છે-૪ – ત્રણે તારે મળીને 3 x ૪ = ૧૨ પ્રતિમાજી હોય – ૧૨ (૩) પ્રત્યેક દેવલોક તથા ભવનમાં પાંચ-પાંચ સભા હોય. મજ્જનસભા, અલંકારસભા, સુધર્માસભા, સિદ્ધાયતનસભા અને વ્યવસાય સભા - સભા-૫ થઈ. - દરેક સભાને ત્રણ વાર હોય – દ્વાર - 3 થયા. - પ્રત્યેક કારે એક ચૌમુખજી હોય - પ્રતિમા-૪ થઈ તેથી સભા-૫ x હાર-3 x પ્રતિમા-૪ = પ્રતિમા-૬૦ આ રીતે કુલ પ્રતિમા થઈ-૧૮૦ ૧૮૦ – હવે નવગ્રેવેયક અને પાંચ અનુત્તરમાં સભાઓ હોતી નથી. તેથી ત્યાં ૧૨૦ પ્રતિમાજીઓ થશે (સભાના ૬૦ પ્રતિમાજી નહીં હોય) ૦ તીર્થાલોકમાં ૩,૯૧,૩૨૦ જિન પ્રતિમાજીઓની ગણના- તીછલોકમાં ૩,૨૫૯ શાશ્વત જિનાલયો છે. – આ જિનાલયોમાં નંદીશ્વર દ્વીપના પર, કુંડલ હીપના-૪ અને રૂચકહીપના૪ મળીને કુલ ૬૦ જિનાલયો થાય. – આ ૬૦ સિવાયના અન્ય જિનાલયો ૩,૧૯૯ થાય છે. - ૩,૧૯ જિનાલયોમાં ૧૨૦-૧૨૦ પ્રતિમા છે. જ્યારે બાકીના ૬૦ જિનાલયોમાં ૧૨૪-૧૨૪ પ્રતિમાજી છે. કેમકે આ ૬૦ જિનાલય એવા છે કે જેમાં ચાર-ચાર દ્વાર છેપ્રત્યેક દ્વારે એક-એક ચૌમુખી છે. તેથી ગભારામાં ૧૦૮ પ્રતિમા + દ્વારોની ૧૬ પ્રતિમા = ૧૨૪ પ્રતિમાજી થશે. જ્યારે ત્રણ વાર છે ત્યાં ૧૦૮ + ૧૨ = ૧૨૦ પ્રતિમા થશે. – તેથી ૩,૧૯૯ જિનાલય x ૧૨૦ પ્રતિમા = ૩,૮૩,૮૮૦ પ્રતિમા ૬૦ જિનાલય x ૧૨૪ પ્રતિમા = ૭,૪૪૦ પ્રતિમા તીછલોકમાં કુલ શાશ્વત પ્રતિમા – ૩,૯૧,૩૨૦ થશે. ૦ આ પ્રમાણે ત્રણે લોકમાં રહેલ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વત જિન પ્રતિમાજીઓને હું પ્રણામ કરું છું. આ હકીકત પૂર્વે કહ્યું તેમ “સકલતીર્થ' નામના સ્તોત્રમાં પણ કહી છે. સૂત્ર-૧૨ ‘જંકિંચિ' સૂત્રમાં પણ સંખ્યાનો ઉલ્લેખ કર્યા સિવાય જિનબિંબોને પ્રણામનું કથન છે. તેમજ દેવેન્દ્રસૂરિજી રચિત “સાય વેડ્રય થવ’ -

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321