Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 299
________________ ૨૯૮ • પાઠભેદ - યુનિ નિત્ર એવો પણ પાઠ મળે છે. ૦ નિર્દે - નિત્ય, હંમેશા, દરરોજ. ૦ વિજ્ઞાનિ - પ્રભાતમાં, પ્રાતઃકાળમાં, વહાણામાં. – ઉપરોક્ત ઉત્કૃષ્ટ તથા વિહરમાન તીર્થંકરો, કેવળજ્ઞાનીઓ તથા મુનિઓની અમે હંમેશાં સવારમાં સ્તવના કરીએ છીએ. -૦- આ રીતે પહેલી ગાથામાં ચોવીસ જિનની સ્તુતિ કરી, બીજી ગાથામાં ઉત્કૃષ્ટ અને વિહરમાન જિન, કેવલી તથા સાધુની સ્તુતિ કરી. હવે ત્રીજી ગાથામાં પાંચ તીર્થંકરોની તીર્થના નામ સાથે, બીજા પણ તીર્થંકરો અને અતીત-અનાગતવર્તમાન તીર્થંકરોની સ્તુતિ કરાય છે જયઉ સામિય જયઉ સામિય – હે સ્વામી ! જય પામો, જય પામો. પાઠ ભેદ સમિય ને બદલે સામી, સામીય એવા પાઠ પણ મળે છે. - - આ વાક્ય હવે પછીના પાંચ તીર્થે બિરાજમાન પાંચ તીર્થંકર પરમાત્માઓને માટે કહેવાયેલ છે — પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ – • રિસહ સસ્તુંજિ – શત્રુંજય તીર્થ પર રહેલા ઋષભદેવ પ્રભુ. ૦ સિદ્ઘ અર્થાત્ ઋષભ. આ ચોવીસીના પહેલા તીર્થંકર. -- ૦ સત્તુનિ - શત્રુંજયગિરિ કે શત્રુંજય તીર્થ પર રહેલા. સૌરાષ્ટ્રમાં પાદલિપ્તપુરી કે જે હાલ પાલીતાણાનગરી તરીકે ઓળખાય છે, ત્યાં આ તીર્થ આવેલું છે. જે શત્રુંજય ગિરિરાજ નામે પણ પ્રસિદ્ધ છે. અનેક આત્માઓ આ સ્થાને અનશન કરીને સિદ્ધિ ગતિ પામ્યાના ઉલ્લેખ આગમ શાસ્ત્રો તથા કથાગ્રંથોમાં જોવા મળે છે. - આ ગિરિરાજ/પર્વતનો ઉલ્લેખ પુંડરીક નામે પણ થયો છે. આ તીર્થના એકવીસ અલગ-અલગ નામોનો ઉલ્લેખ છે તે આ પ્રમાણે - ૧. સિદ્ધક્ષેત્ર, ૨. તીર્થરાજ, ૩. મરુદેવ, ૪. ભગીરથ, ૫. વિમલાદ્રિ, ૬. બાહુબલી, ૭. સહસ્રકમલ, ૮. માલધ્વજ, ૯. કદંબ, ૧૦. શતપત્ર, ૧૧. નગાધિરાજ, ૧૨. અષ્ટોત્તર શતકૂટ, ૧૩. સહસ્રપત્ર, ૧૪. ઢંક, ૧૫. લૌહિત્ય, ૧૬. કપર્દિનિવાસ, ૧૭. સિદ્ધિ શેખર, ૧૮. શત્રુંજય, ૧૯. મુક્તિ નિલય, ૨૦. સિદ્ધિપર્વત અને ૨૧. પુંડરીક. – ઋષભદેવ પ્રભુ ૯૯ પૂર્વ વખત આ તીર્થે પધારેલા હતા. તેમની પ્રતિમાજી આ તીર્થે પ્રતિષ્ઠાપિત છે. જૈનોમાં પરમ આદરપાત્ર, શ્રદ્ધેય અને માન્ય એવું આ તીર્થ છે. આ ગિરિની ભાવથી સ્પર્શના કરનાર મનુષ્ય કદાપી અભવિ ન હોય તેવો વૃદ્ધવાદ છે. આ તીર્થની નવાણું યાત્રાનો અનેરો મહિમા છે. એ સિવાય પણ આ તીર્થના મહિમાને પ્રગટ કરતી અનેક વાતો પ્રસિદ્ધ છે તેમજ વિવિધ ગ્રંથોના પાને અંકિત થયેલી છે. ૦ પાઠભેદ - સત્તુનિ નો સિત્તુનિ અને સેત્તુતિ એવો પાઠ પણ મળે છે. • ઉજ્જિતિ પહુ નેમિજિણ – ગિરનાર ઉપર નેમિજિન પ્રભુ. ૦ ૩ન્નિતિ - ગિરનાર ઉપર, ઉજ્જયંત ગિરિ, રૈવતગિરિ. – ગિરનાર નામથી પ્રસિદ્ધ આ ગિરિને ‘ઉન્નત’ કહે છે. સૂત્ર-૨૩ ‘સિદ્ધાણં

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321