Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 302
________________ જગચિંતામણિ સૂત્ર-વિવેચન ૩૦૧ – સમય જતાં આ અથાવબોધ તીર્થ જીર્ણ બનેલું. જેનો સિંડલ રાજાની પુત્રીએ ઉદ્ધાર કરાવ્યો અને તેનું ‘શકુનિકા વિહાર' એવું નામ પ્રસિદ્ધ થયું. કેમકે સુદર્શના રાજકુમારી પૂર્વ ભવે સમળી હતી. કોઈ પારધીનું બાણ વાગવાથી તરફડતી હતી. કોઈ સાધુ ભગવંત પાસે તે તરફડતી આવીને પડી, ત્યારે સાધુ મહારાજે તે સમળીને નવકાર મંત્ર સંભળાવેલો તે નવકારના પ્રભાવે સમળી સિંહલરાજાની પુત્રી સુદર્શના બની. જાતિસ્મરણ જ્ઞાનથી ભરૂચ આવી હતી. ત્યાં તેણે અશ્વાવબોધ તીર્થનો જિર્ણોદ્ધાર કરાવ્યો. પછીથી તે તીર્થ શકુનિકા વિહારના નામથી પ્રસિદ્ધ બન્યું. આ તીર્થનો ઉદ્ધાર સંપ્રતિ રાજાએ પણ કરાવેલો. ત્યારપછી વિક્રમ સંવત૧૪માં વિક્રમાદિત્યે પણ આ તીર્થનો જિર્ણોદ્ધાર કરાવ્યો. પછી ભરૂચના રાજા બલમિત્ર અને ભાનુમિત્રના શાસનમાં આર્ય ખપૂટાચાર્યે બૌદ્ધો પાસેથી આ તીર્થ છોડાવ્યું. પછી સાતવાહન રાજાએ આ તીર્થનો જિર્ણોદ્ધાર કરાવ્યો. રાજા કુમારપાળના કાળ સુધી આ તીર્થ કાષ્ઠમય હતું, પણ ઉદયનમંત્રીએ તેના પુત્ર પાસે આ જિનાલય પાષાણનું કરાવ્યું. જેની પ્રતિષ્ઠા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ કરી... ઇત્યાદિ. • મુહરિ પાસ દુહ કુરિઅ ખંડણ :- દુઃખ અને દુરિત (પાપ)નો નાશ કરનાર, મુહરિતીર્થે બિરાજમાન હે પાર્થપ્રભુ ! - પાઠભેદ :- પ્રચલિત પરંપરા “મુઠ્ઠર’ શબ્દની છે. ‘મર' પાઠ પણ છે. – “કુર' અને “મીર’ શબ્દ માત્ર પાઠભેદ નથી ત્યાં અર્થથી પણ જુદાપણું છે કેમકે કુદર શબ્દની કિવદંતિ (કથા) જુદી છે અને મરિ શબ્દથી મથુરામાં બિરાજતા પાર્શ્વનાથની સ્તુતિ કરાયેલ છે. – પ્રબોધ ટીકાના કર્તાની પાદનોંધ એવી છે કે લગભગ બધી જ પ્રાચીન પ્રતોમાં મહરિ પણ શબ્દો જોવા મળે છે. લહિયા ભૂલથી તે મુહરિ થઈ ગયેલ લાગે છે. વળી મુરિવાર એવો પાઠ પ્રચલિત થઈ ગયા પછી તેને ઇડરના ટીંટોઈ ગામના મુહરિપાર્થ' તરીકે ઓળખાવાય છે. પણ પ્રાચીન તીર્થોમાં, તીર્થકલ્પોમાં આવા કોઈ તીર્થનો ઉલ્લેખ મળતો નથી. - જ્યારે મરિ શબ્દથી લેવાયેલ મથુરા તીર્થના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે જેમકે - ધર્મોપદેશમાલા વિક્રમ સંવત ૯૧૫માં, વિવિધ તીર્થકલ્પમાં જિનપ્રભસૂરિ દ્વારા, પૂર્વ રચાયેલા ટબ્બાઓ (સ્તબકો)માં, હીરસૌભાગ્ય કાવ્ય સર્ગ-૧૪, શ્લોક ૨૪૯, ૨૫૦માં ઇત્યાદિ અનેક સ્થાને મથુરા તીર્થનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બિરાજમાન હતી. - જો કે મથુરા અતિ પ્રાચીન તીર્થ છે. પૂર્વે ત્યાં સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથના જિનાલયો હતા. અનેકવિધ મહાતૂપો હતા તેવા પણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. વીર નિર્વાણ સંવત ૧૩૦૦ પછી બપ્પભટ્ટિસૂરિએ આ તીર્થનો જિર્ણોદ્ધાર કરાવેલો હતો. -૦- પંચતીર્થી :- આ રીતે અહીં શત્રુંજય, ગિરનાર, સત્યપુરી, ભરુચ અને મથુરા એ પાંચ તીર્થોની પંચતીર્થીનો ઉલ્લેખ અહીં મળે છે કે જેમાં ત્યાંના-ત્યાંના મૂળનાયક શ્રી એવા ભગવંત ઋષભ, નેમિનાથ, મહાવીરસ્વામી, મુનિસુવ્રતસ્વામી અને

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321