Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 292
________________ જગચિંતામણિ સૂત્ર-વિવેચન ૨૯૧ અને અભયદાન વડે જગતની શાંતિનું રક્ષણ થાય છે. શ્રી જિનેશ્વર પરમાત્મા પોતાની અતિશયવાળી વાણીમાં અહિંસા અને અભયદાનની પ્રચંડ ઉદ્ઘોષણા કરતા હોવાથી તેઓ “જગરક્ષક' કહેવાય છે. અથવા તો જગતુના જીવોને તેઓ કર્મબંધનમાંથી છોડાવે છે, માટે તેઓ જગરક્ષક કહેવાય છે. ૦ જગ બંધવ :- જગના જીવોના ભાઈ સમાન. ૦ અહીં પણ ના શબ્દથી છકાયના જીવો રૂપી જગત્ અર્થ ઇષ્ટ છે. ૦ વંધવ - વધુ શબ્દને સ્વાર્થમાં કબૂ પ્રત્યય લાગવાથી વાવ શબ્દ બને છે. તેનો અર્થ છે – ભાઈ, નિકટવર્તી સ્વજન, સગાંવહાલાં, પિતરાઈ. સામાન્યથી જે કોઈ હિતૈષી હોય તેને માટે પણ આ જ શબ્દ વપરાય છે. જિનેશ્વર પરમાત્મા જગતના પરમહિતૈષી છે. કેમકે તેઓ નિઃસ્વાર્થપણે પરમહિતનું રહસ્ય પ્રકાશે છે કે જેનાથી સર્વ જગતના જીવોનું કલ્યાણ થાય છે. - ઉત્તરાધ્યન સૂત્ર ટીકામાં વંધવ નો અર્થ નિકટવર્તી સ્વજન કર્યો છે. પરમાત્માથી વધુ નિકટવર્તી સ્વજન જગતમાં બીજું કોણ હોય ? જળસત્થવાહ :- જગતના સાર્થવાહ, જગતના નેતા. ૦ ના શબ્દથી સામાન્ય અર્થ તો જગતુ થાય છે. પણ “જગતને ઇષ્ટ સ્થળે (મોક્ષ) પહોંચાડનાર'. એવો અર્થ જ્યારે ‘નાત્થવાદ શબ્દનો કરવામાં આવે ત્યારે ન નો અર્થ “મોક્ષાભિલાષી સાધુ આદિ ભવ્યજીવો’ એવો પણ કરાય છે. ૦ અસ્થિવાહ એટલે સાર્થવાહ. જેમ સાર્થવાહ આખા સાર્થને લઈને તેના ઇષ્ટ સ્થળે પહોંચાડે છે, તે રીતે જિનેશ્વર પરમાત્મા ભવ્ય જીવોને, મોક્ષાભિલાષી આત્માઓને તેમના ઇષ્ટ સ્થળ એવા મોશે પહોંચાડવામાં નિમિત્તભૂત બને છે. ૦ સત્યવાહિ શબ્દમાં સત્ય એટલે સાર્થ શબ્દ છે. “સાર્થ' શબ્દનો અર્થ છે ઇષ્ટ સ્થળે પહોંચવા ઇચ્છતો મુસાફરોનો સમૂહ. – આવા સાર્થને લઈ જનાર, તેની સર્વ પ્રકારે સાર સંભાળ લેનાર જે અગ્રણી કે નાયક હોય તેને સાર્થવાહ કહેવાય છે. મતલબ કે જે સાર્થ-નાયક સાર્થને યોગ્ય રસ્તે લઈ જાય છે, ઇષ્ટ સ્થળે પહોંચાડે છે, તે સાર્થવાહ કહેવાય છે. શ્રી જિનેશ્વર પરમાત્મા જગતના જીવોને પોતાના સમર્થ નેતૃત્વ હેઠળ મોક્ષનગરી નામના ધારેલા સ્થળે લઈ જાય છે, તેથી તેઓ નરસ્થિવાહ કહેવાય છે. – સૂત્ર-૧૩ “નમુત્થણ'માં થર્મના ' પદ પણ સત્યવાદ જેવો જ કંઈક અર્થ ધરાવે છે. બંનેમાં થોડે-વત્તે અંશે સારશ્ય જણાય છે. માટે “ઘમનાય' પદનું વિવેચન પણ જાણવા યોગ્ય ગણાય • જગભાવ વિઅકખણ :- જગતના સર્વ ભાવોને જાણવામાં અને (પ્રકાશવામાં) કહેવામાં નિપુણ કે સમર્થ ૦ ગન - જગત, આ શબ્દ જગતના સર્વે દ્રવ્યો અર્થમાં ઇષ્ટ જણાય છે. ૦ માવ - શબ્દ અનેક અર્થોમાં વપરાય છે, પણ અહીં માત્ર શબ્દથી પર્યાય અર્થ ગ્રહણ કરવો. પર્યાય એટલે નિરંતર પલટાતી અવસ્થા. જીવ હોય કે પુદ્ગલ

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321