Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 291
________________ ૨૯૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ કરતા થાકતી ન હતી, ક્ષણવાર પણ અળગી થતી ન હતી તો પણ મારી વેદનામાં અસહાય રહી, તે હતી મારી અનાથતા. ત્યારે મેં વિચાર્યું કે, જો હું આ વેદનાથી મુક્ત થઈ જાઉં તો હું શાંત, દાંત, નિરારંભ અણગારવૃત્તિથી પ્રવ્રજિત થઈ જઈશ. આવો વિચાર કરતાં હું સૂઈ ગયો. રાત્રિ પૂર્ણ થતા મારી વેદના પણ ક્ષીણ થઈ ગઈ. પ્રાત:કાળે વડીલોની અનુમતિ લઈને હું દીક્ષા લઈ અણગાર બની ગયો. ત્યારે હું મારો અને બીજાનો, ત્રસ અને સ્થાવર બધાં જીવોનો નાથ બની ગયો. (આ છે “નાથ' શબ્દની પરિભાષા). • જગ-ગુર - જગના ગુરુ, આત્મહિતનો ઉપદેશ આપનાર. – અહીં “જગતુ' શબ્દ સમસ્ત (પ્રાણિ) લોક અર્થમાં સમજવો. ૦ મુ - જુઓ સૂત્ર-૨ "પંચિંદિય'. છત્રીશ ગુણોથી યુક્ત “ગુરુ' કેવા હોય? તેનું સ્વરૂપ સુંદર રીતે રજૂ કરેલ છે. ૦ જ્યારે વિનવર' માટે પુરુ' શબ્દ વપરાય ત્યારે કંઈક વિશેષ અર્થ છે, તેમ વિચારવું જોઈએ. જિનેશ્વર પરમાત્મા સર્વ જીવોને ઉદ્દેશીને સર્વ કોઈનું કલ્યાણ થાય એવો સમાન હિતોપદેશ આપે છે. તેથી તેમને “જગ-ગુર' એવું વિશેષણ યોગ્ય જ છે. ૦ આ ચોવીસીમાં સર્વ પ્રથમ તીર્થકર આ ભરતક્ષેત્રમાં થયા તે ઋષભદેવ ભગવંત. અઢાર કોડાકોડી સાગરોપમ જેટલો દીર્ધકાળ પસાર થયો ત્યાં સુધી ધર્મ કે ધર્મીનું કોઈ નામ ન હતું. સમગ્ર જગત્ (ભરતક્ષેત્ર) અજ્ઞાનરૂપી અંધકારમાં ડૂબેલ હતું અહીંથી મોક્ષ કે મોક્ષનો માર્ગ પણ બંધ હતો. તેવા સમયે આ ક્ષેત્રમાં જ્ઞાનનો સૌ પ્રથમ દીપક પ્રગટાવ્યો. મોક્ષમાર્ગ પ્રર્વતાવ્યો. લોકોને ધર્મનો ઉપદેશ આપ્યો. આ બધી પ્રવૃત્તિ થકી અસંખ્ય પાટ પરંપરા સુધી જીવો આત્મહિત સાધી મોક્ષે ગયા. આ પ્રતાપ કોનો ? જગગુરુ તીર્થકરનો. ૦ જગરકુખણ :- જગતનું રક્ષણ કરનારા, જગરક્ષક. ૦ અહીં ના શબ્દથી છકાયના જીવોરૂપી જગત્ અર્થ ઇષ્ટ છે. ૦ વરવ - પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ એ જીવનિકાયના જીવોના રક્ષણ કરનારા. – સૂત્ર-૧૩ “નમુત્થણમાં ભગવંતના બે વિશેષણો મૂક્યા છે– (૧) અભયદયાણ, (૨) સરણદયાણ. જિનવર પરમાત્મા જગના જીવોને ઇહલોકભય, પરલોકભય આદિ સાત પ્રકારના ભયથી મુક્ત કરાવનારા છે. તેઓ પરમ કરુણાના સાગર હોવાથી સર્વ જીવો પ્રત્યે કારુણ્યભાવ ધરાવે છે. છ એ જીવનિકાયના જીવોની હિંસાથી સર્વથા વિરમેલા છે માટે તેમને “અભયદયાણં' કહ્યા છે. વળી તેમને ‘સરણદયાણં' પણ કહ્યા છે. શરણ એટલે ભયથી પીડાતા જીવોનું રક્ષણ એ રીતે તેઓનું નવસ્વ વિશેષણ સાર્થક છે. (મયક્રયા અને સરકયા બંને વિશેષણનો વિસ્તાર સૂત્ર-૧૩ “નમુત્થણમાં જોવો.) – હિંસા અને પ્રતિહિંસા વડે જગતની શાંતિનો નાશ થાય છે, જ્યારે અહિંસા

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321