________________
૧૮૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ (૧૪) વાયસ દોષ – કાગળાની માફક ડોળા ફેરવવા તે
(૧૫) કપિત્થ દોષ – પહેરેલાં વસ્ત્રો જૂ તથા પરસેવાથી મલિન થશે. તેમ જાણીને ગોપવી રાખવા તે. જાંઘને સંકોચી રાખવી તે.
(૧૬) શીરડકંપ દોષ – યક્ષ આવિષ્ટની માફક માથું ધુણાવવું તે. (૧૭) મૂક દોષ – મુંગાની માફક હું-હું કરવું તે (૧૮) મદિરા દોષ – મદિરા પીધેલાની માફક બડબડાટ કરવો તે. (૧૯) પ્રેક્ષ્ય દોષ – વાંદરાની પેઠે આસપાસ જોયા કરવું તે. ઉપરોક્ત દોષોમાં લંબોત્તર, સ્તન, સંયતિ ત્રણ દોષ સાધ્વીને ન હોય. ૦ વિશેષ કથનમાં અંતે કંઈક :
કાયોત્સર્ગ એ સમગ્ર સૂત્રના બીજ સ્વરૂપ હોવાથી તેમજ બીજા-બીજા સૂત્રોમાં પણ આ શબ્દ પ્રયોજાયેલ હોવાથી તેની સવિસ્તર ચર્ચા કરી. પણ આ કાયોત્સર્ગ કરવાને શેના માટે કહ્યો છે ?
– પાવાણું કમ્માણ નિગ્ધાયણઠાએ - સર્વ કર્મનો નાશ કરવા માટે.
– જૈન દર્શનમાં પાપ અને પુણ્યના ત્રાજવા નોખાં છે. કોઈ એક પલ્લામાં વધેલા ભાર બીજા પલ્લા વડે સરખો થતો નથી. પાપ વધે કે પુન્ય વધે, બંને અવશ્ય ભોગવવા જ પડે. તે સર્વે કર્મોને ખપાવવા પ્રાયશ્ચિત્ત, વિશુદ્ધિ, વિશલ્યતારૂપ કરણો જણાવ્યા છે.
– ઉત્તરીકરણ કરવા વડે પ્રાયશ્ચિત્ત કરી, વિશુદ્ધ થઈ અને શલ્ય રહિત બન્યા પછી પાપનાશની પ્રક્રિયા કરી શકાય છે. તે માટે કાયાનો ઉત્સર્ગ આવશ્યક છે. . સૂત્ર-નોંધ :
– આ સૂત્રનું આધાર સ્થાન આવશ્યક સૂત્રના અધ્યયન-પાંચમાંનું સૂત્ર-૩૯ છે. ત્યાં આ સૂત્ર આ જ સ્વરૂપે નોંધાયેલ છે.
– “કાયોત્સર્ગ” આ અધ્યયનનું નામ છે અને કાયોત્સર્ગ વિશે અતિ વિપુલ માહિતી તેમાં પ્રાપ્ત થાય છે.
- - આ સૂત્રમાં પદ-૩ છે, સંપદા-૧ છે, ગુરુવર્ણ-૧૦ છે, લઘુવર્ણ-૩૯ છે, સર્વવર્ણ-૪૯ છે.
– “વિસોહિ કરણેણં' શબ્દ સિવાય બધાં પદમાં જોડાક્ષર છે. જેના ઉચ્ચારણમાં ભૂલો થતી જોવા મળે છે. જેમકે તસ ને બદલે તસ, કાઉસ્સગ્નને બદલે કાઉસગ વગેરે. આવી ભૂલો ન થાય તે જોવું.